જૂનાગઢ: આજે 23 એપ્રિલ એટલે કે વિશ્વ પુસ્તક દિવસ છે. ખ્યાતનામ લેખકો વિલિયમ્સ શેક્સપિયર મિગુલ સર્વાન્ટીસ સહિતના કેટલાક લેખકોને પુણ્યતિથિ ૨૩મી એપ્રિલે આવે છે જેને ધ્યાને રાખીને યુનેસ્કો દ્વારા 23 એપ્રિલ ૧૯૯૫થી સમગ્ર વિશ્વમાં પુસ્તક દિવસની ઉજવણી શરુ કરવામાં આવી હતી.
પુસ્તક દિવસની ઉજવણી કેવી થઈ રહી છે, જાણો જૂનાગઢના લેખિકાનો પ્રતિભાવ - જૂનાગઢ
આજે વિશ્વ પુસ્તક દિવસ છે. સામાન્ય સંજોગોમાં સતત દોડતીભાગતી જિંદગીમાં સમય ન હોવાને બહાને વાંચન થતું નથી એવું બોલાતું હોય છે. આજે લૉક ડાઉનમાં આવું બહાનું રહેતું નથી. ત્યારે પુસ્તક પ્રેમ શું છે તે જૂનાગઢનાં આ લેખિકાએ વ્યક્ત કર્યો હતો.
![પુસ્તક દિવસની ઉજવણી કેવી થઈ રહી છે, જાણો જૂનાગઢના લેખિકાનો પ્રતિભાવ પુસ્તક દિવસની ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6907380-thumbnail-3x2-book.jpg)
પુસ્તક દિવસની ઉજવણી
પુસ્તક દિવસની ઉજવણી કેવી થઈ રહી છે, જાણો જૂનાગઢના લેખિકાનો પ્રતિભાવ
વિશ્વના કોઈપણ દેશની સંસ્કૃતિ કે ધાર્મિક અસ્તિત્વ માટે પુસ્તક પાયાના પથ્થર સમાન હતું અને આજે પણ તેની અનિવાર્યતાને કોઈ નકારી શકે તેમ નથી. પુસ્તક કોઈપણ વ્યક્તિનું સિંચન અને ઘડતર કરી શકે છે અને તેવી જ રીતે એક પુસ્તક કોઈપણ દેશના વૈચારિક ઘડતર અને તેના સાંસ્કૃતિક ભવિષ્ય માટે આજે પણ મરણમૂડી સમાન ઉપયોગી બની રહ્યું છે.