ગુજરાત

gujarat

ETV Bharat / city

સનાતન હિન્દુ ધર્મમાં ચાર પ્રહરની પૂજાનું છે ખૂબ જ મહત્વ, પ્રહર દરમિયાન શિવની પૂજા કરવાથી મળે છે અકલ્પનીય ફળ - Holy Shravan Mass

સનાતન હિન્દુ ધર્મ (Sanatan Hindu Dharma) માં પ્રહર પૂજાને ખૂબ મહત્વ આપવામાં આવ્યુ છે. પવિત્ર શ્રાવણ માસ (Shravan Mass) ચાલી રહ્યો છે. આ માસમાં ચાર પ્રહર દરમ્યાન ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી દરેક ભક્તોને મનવાંછિત ફળ મળતું હોવાની આપણી હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં શિવ ભક્ત મહાદેવની ચાર પ્રહરની પૂજામાં સામેલ થઈને દેવાધિદેવ મહાદેવની કૃપા તેમના પર બની રહે તેવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરતા હોય છે.

Sanatan Hindu Dharma
Sanatan Hindu Dharma

By

Published : Aug 15, 2021, 7:03 AM IST

  • શ્રાવણ મહિનામાં ચાર પ્રકારની પ્રહર પૂજાનું છે વિશેષ ધાર્મિક મહત્વ
  • શ્રાવણ મહિનામાં દેવાધિદેવ મહાદેવની ચાર પ્રહરની પૂજા કરવાથી શિવ ભક્તને મળે છે મનવાંછિત ફળ
  • ચાર પ્રહરની સાથે મહત્વની ચાર પૂજાનું સમન્વય શ્રાવણ માસમાં અતિ ઉત્તમ

જૂનાગઢ: હાલ પવિત્ર શ્રાવણમાસ (Shravan Mass) ચાલી રહ્યો છે. સમગ્ર માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવની પૂજા પ્રત્યેક શિવ ભક્ત પોતાની શક્તિ અને ભક્તિ મુજબ કરતો જોવા મળી રહ્યો છે. જે આગામી અમાસ સુધી જોવા મળશે. શ્રાવણ માસ (Shravan Mass) દરમિયાન થતી પૂજાને વિશેષ ફળદાયી માનવામાં આવે છે પરંતુ શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોળાનાથની ચાર પ્રહરની પૂજા શિવ ભક્ત દ્વારા કરવામાં આવે તો આ પૂજાથી પ્રત્યેક શિવ ભક્તોને મનવાંછિત ફળ મળતું હોય છે. હિન્દુ ધાર્મિક પંચાંગ મુજબ સનાતન ધર્મ (Sanatan Hindu Dharma) ની તિથિઓ નક્કી થતી હોય છે, તે મુજબ બે ચોઘડિયાને મેળવીને એક પ્રહર બનતુ હોય છે. દિવસ દરમિયાન આવા ચાર પ્રહર આવતા હોય છે તેમાં ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી વિશેષ લાભ અને ફળ મળતું હોય છે.

સનાતન હિન્દુ ધર્મમાં ચાર પ્રહરની પૂજાનું છે ખૂબ જ મહત્વ

આ પણ વાંચો: આદ્યાત્મિક યાત્રા દરમિયાન ભવનાથના સાનિધ્યમાં રશિયન સાધુએ લીધો વિસામો

ચાર પ્રહરની સાથે ચાર પુરુષાર્થ અને ચાર પ્રકારની પૂજાને પણ ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવ્યું છે

હિન્દુ પંચાંગમાં જે પ્રકારે ચાર પ્રહરનું મહત્વ છે તેવી જ રીતે ચાર પુરુષાર્થ- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તેમજ ચાર પૂજા- સોળસુપચાર પૂજા, પંચામૃત પૂજા, પંચોપચાર પૂજા અને રાજોપચાર પુજા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પંચામૃતને અમૃત તરીકે ઓળખવામાં આવે છે. પ્રહર દરમિયાન ભગવાન ભોળાનાથની પૂજા પંચામૃત દ્વારા કરવામાં આવે તો ભગવાન ભોળાનાથ પૂજા કરનારા વ્યક્તિ પર ખૂબ જ રિજતા હોય છે તેવી પણ ધાર્મિક માન્યતા આપણા હિન્દુ ધર્મગ્રંથો અને શિવ પુરાણમાં જોવા મળે છે. હિન્દુ ધર્મમાં પ્રહરની સાથે ચાર પ્રકારના પુરુષાર્થ અને આજ રીતે ચાર પ્રકારની પૂજાને સર્વોત્તમ માનવામાં આવી છે. શ્રાવણ માસમાં શિવભક્તો ચાર પ્રહરની પૂજામાં જોડાઈને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી રહ્યા છે.

સનાતન હિન્દુ ધર્મમાં ચાર પ્રહરની પૂજાનું છે ખૂબ જ મહત્વ

આ પણ વાંચો: મહાશિવરાત્રી મેળામાં નાગા સંન્યાસીઓના ભિક્ષુક તરીકે આવી રહ્યા છે જંગમ સાધુઓ

હિંદુ પંચાંગ મુજબ કૃષ્ણ પક્ષમાં આવતી શિવરાત્રીની પૂજાનું પણ છે ખૂબ મહત્વ

હિન્દુ પંચાગમાં કૃષ્ણ પક્ષની તેરસે આવતી શિવરાત્રીની પૂજાનું પણ ખુબ મહત્વ છે. તેરસની શિવરાત્રીએ દેવાધિદેવ મહાદેવની પૂજા કરવાથી પ્રત્યેક શિવ ભક્તના કષ્ટ અને પીડાનો હરણ મહાદેવ દ્વારા કરવામાં આવતું હોય છે. તેવી ધાર્મિક માન્યતા આજે પણ જોવા મળે છે. પ્રહરનો અર્થ જ દુખ હરનારા એવું થાય છે. દેવાધિદેવ મહાદેવ પોતે દુઃખ અને પિડાહર્તા દેવ તરીકે હિન્દુ ધર્મ (Sanatan Hindu Dharma) માં પૂજાતા રહ્યા છે. શિવરાત્રી અને શ્રાવણ માસ (Shravan Mass) દરમિયાન મહાદેવની પ્રહર પૂજા કરવામાં આવે તેવી માન્યતા આજે પણ ધાર્મિક આસ્થા સાથે જોવા મળે છે. પૂજામાં સામેલ પ્રત્યેક વ્યક્તિ અને પરિવારના કષ્ટોનું નિવારણ ભગવાન ભોળાનાથ કરતા હોય છે. શ્રાવણ માસ દરમ્યાન યોજાતી પ્રહર પૂજામાં શિવ ભક્તો જોડાઈને દેવાધિદેવ મહાદેવની પરમ કૃપા તેમના અને તેમના પરિવાર પર સતત જળવાઇ રહે તેવી પ્રાર્થના કરીને પ્રહર પૂજામાં જોડાતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details