ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢની મહિલાઓએ કોરોનાના નાશ માટે અશ્વિની મહાયજ્ઞનું આયોજન કર્યુ - JUNAGADH UPDATES

જૂનાગઢમાં મહિલા સત્સંગ મંડળ દ્વારા અશ્વિની મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ યજ્ઞ પાછળ મહિલાઓ નો ઉદ્દેશ સ્પષ્ટ જણાઈ આવતો હતો. પાછલા એક વર્ષથી વાતાવરણ તેમજ હવાને પ્રદૂષિત કરી રહેલા કલુષિત અને રાક્ષસી તત્વોનો નાશ કરીને વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને તે માટે જૂનાગઢની મહિલાઓએ અશ્વિની મહાયજ્ઞનું આયોજન કરીને તેમા વિધિ-વિધાન સાથે આહુતિ આપીને કોરોના સંક્રમણનો નાશ થાય તેમજ વાતાવરણ પવિત્ર અને પ્રફુલ્લિત બને તે માટે આહુતિ આપી હતી.

જૂનાગઢની મહિલાઓએ કોરોનાના નાશ માટે અશ્વિની મહાયજ્ઞનું આયોજન કર્યુ
જૂનાગઢની મહિલાઓએ કોરોનાના નાશ માટે અશ્વિની મહાયજ્ઞનું આયોજન કર્યુ

By

Published : Jun 8, 2021, 10:08 AM IST

  • કોરોનાનો નાશ અને વાતાવરણની શુદ્ધિ માટે મહિલાઓએ આપી આહુતિ
  • જૂનાગઢની મહિલાઓએ કર્યું અશ્વિની મહાયજ્ઞનું આયોજન
  • કોરોના સંક્રમણથી મુક્તિ તેમજ વાતાવરણમાં રહેલા રાક્ષસી તત્ત્વો નાશ થાય તે માટે આપી આહુતિ

જૂનાગઢ: મહિલાઓએ અશ્વિની મહાયજ્ઞનું આયોજન કરીને કોરોના સંક્રમણથી મુક્તિ તેમજ વાતાવરણમાંથી અનિષ્ટ અને રાક્ષસી તત્વોનો નાશ થાય તે માટે યજ્ઞમાં આહુતિ આપી હતી. કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. આવા સમયે વાતાવરણ નીરોગી અને પ્રફુલ્લિત બને તે માટે મહિલાઓએ યજ્ઞનું આયોજન કરીને તેમાં આહુતિઓ આપતી જોવા મળી હતી.

આ પણ વાંચો:નેપાળી સંસ્કૃતિ પરિષદ ગુજરાત પ્રાંત દ્વારા કોરોનાં વાયરસ વિનાશક મહાયજ્ઞ યોજાયો

વિધિ વિધાન સાથે અશ્વિની યજ્ઞમાં મહિલાઓ ઉત્સાહ ભેર જોડાઈ

જૂનાગઢમાં મહિલા સત્સંગ મંડળ દ્વારા અશ્વિની મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ યજ્ઞ પાછળ મહિલાઓ નો ઉદ્દેશ સ્પષ્ટ જણાઈ આવતો હતો. પાછલા એક વર્ષથી વાતાવરણ તેમજ હવાને પ્રદૂષિત કરી રહેલા કલુષિત અને રાક્ષસી તત્વોનો નાશ કરીને વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને તે માટે જૂનાગઢની મહિલાઓએ અશ્વિની મહાયજ્ઞનું આયોજન કરીને તેમા વિધિ-વિધાન સાથે આહુતિ આપીને કોરોના સંક્રમણનો નાશ થાય તેમજ વાતાવરણ પવિત્ર અને પ્રફુલ્લિત બને તે માટે આહુતિ આપી હતી.

જૂનાગઢની મહિલાઓએ કોરોનાના નાશ માટે અશ્વિની મહાયજ્ઞનું આયોજન કર્યુ

આ પણ વાંચો:કોરોનાથી સમગ્ર વિશ્વની મુક્તિ થાય તે માટે જૂનાગઢના ભારતી આશ્રમમાં યજ્ઞ યોજાયો

મહિલા સત્સંગ મંડળ દ્વારા ચરક સંહિતા મુજબ અશ્વિની મહાયજ્ઞમાં આપી આવતી

ચરક સંહિતા ભારતની પ્રાચીન તબીબી સંહિતા તરીકે સમગ્ર વિશ્વમાં માન્યતા પ્રાપ્ત ગ્રંથ છે તે મુજબ ચરક સંહિતામાં દર્શાવેલા પલંકશાદી ધુપ ની અશ્વિની મહા યજ્ઞમાં આહુતિ આપીને કોરોના સામે મોતને ભેટેલા તમામ પવિત્ર આત્માઓનો મોક્ષ થાય અને તેને પ્રભુના ચરણોમાં સ્થાન મળે તેવી પ્રાર્થના સાથે અદ્મિની મહા યજ્ઞ પૂર્ણ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details