સતત અને ધીમીધારે પડી રહેલા વરસાદને કારણે જૂનાગઢનો વેલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો - ETVBharatGujarat
જૂનાગઢ શહેર અને ગિરનાર તેમ જ દાતારની પર્વત માળાઓ ઉપર છેલ્લાં બે દિવસથી સતત અને ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ગિરનાર અને દાતાર પર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે દાતાર પર્વત માળા ઉપરથી વહી રહેલા ઝરણાંઓ કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો આપી રહ્યાં છે.
સતત અને ધીમીધારે પડી રહેલા વરસાદને કારણે જૂનાગઢનો વેલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો
જૂનાગઢઃ છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેર તેમ જ દાતાર અને ગિરનાર પર્વતમાળા ઉપર સતત અને અવિરત ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે જૂનાગઢ શહેરનું વાતાવરણ ખુબજ રમણીય બની રહ્યું છે તો બીજી તરફ ગિરનાર અને દાતાર પર્વતમાળાઓ પણ કુદરતી સૌંદર્યનો અદ્ભુત અને નયનરમ્ય નજારો પૂરો પાડી રહ્યાં છે. સતત અને ધીમી ધારે વરસાદને કારણે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઊઠેલી જોવા મળી રહી છે ચોતરફ જ્યાં નજર પડે ત્યાં કુદરતનો અદભૂત ખજાનો નજરે ચડી રહ્યો છે.