ગુજરાત

gujarat

ETV Bharat / city

શ્રેય હોસ્પિટલ આગકાંડઃ ભાજપ-કોંગ્રેસ સાથે હૉસ્પિટલના ટ્રસ્ટીઓનો છે રાજકીય સંબંધ - Cabinet Minister Mahant Vijay Das Bapu

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગુરૂવારે આગ લાગતા આઠ કોરોના સંક્રમિત દર્દીઓના બળી જવાને કારણે મોત થયા હતા. હવે સમગ્ર ઘટનાને લઇને રાજકારણ ગરમાયું છે, હોસ્પિટલના ટ્રસ્ટી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, પરંતુ તેમના પિતા અને પૂર્વ કેબિનેટ પ્રધાન મહંત વિજય દાસ બાપુનો કોંગ્રેસ સાથે ધરોબો જોવા મળતો હતો.

Shreya Hospital
અમદાવાદની શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટીનું જોવા મળી રહ્યું છે ભાજપ કનેક્શન

By

Published : Aug 6, 2020, 9:22 PM IST

જૂનાગઢઃ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં આઠ કોરોના દર્દીઓનું મોત થયા હતા. જેને લઇને હવે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે, પ્રાપ્ત માહિતી મુજબ શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી મહંત ભરત વિજય દાસ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, તો ભરતના પિતા અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ મહંત વિજય દાસ બાપુનો કોંગ્રેસ સાથે ધરોબો પણ જોવા મળતો હતો, ત્યારે હવે સમગ્ર ઘટનાને લઇને રાજકીય આક્ષેપબાજી સાથે રાજકારણ ગરમાઈ રહ્યું છે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટીનું જોવા મળી રહ્યું છે ભાજપ કનેક્શન

સૌરાષ્ટ્રમાંથી ચૂંટાઈને વિધાનસભા સુધી પહોંચેલા મહંત વિજય દાસ બાપુ પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીની સરકારમાં દસ વર્ષ સુધી કેબિનેટ પ્રધાન તરીકે સેવાઓ આપી હતી. આ સમય દરમિયાન તેવો કૃષિ અને બંદર વિભાગના પ્રધાનનો હવાલો ધરાવતા હતા. તેમના સ્વર્ગવાસ બાદ ભરત વિજય દાસ મહંત રાજકીય ક્ષેત્રે સુષુપ્ત અવસ્થામાં જોવા મળતા હતા, પરંતુ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાનની ગુજરાતની પ્રથમ ચૂંટણી સભાનું આયોજન જૂનાગઢમાં કરાયું હતું. જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભરત દેવીદાસ મહંતને ભાજપમાં કેસરીયો ખેસ પહેરાવીને આવકાર્યા હતા.

હવે આ ગોઝારી ઘટના બની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા સમગ્ર મામલાને લઈને રાજકારણ કરાઇ રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં જ મામલો વધુ રાજકીય ગલીયારાઓમા આગળ વધશે તેવું ચોક્કસ કહી શકાય.

ABOUT THE AUTHOR

...view details