ગુજરાત

gujarat

ETV Bharat / city

આંશિક લોકડાઉનમાં ઘડિયાળનો વેપાર બંધ થતાં વેપારીએ કર્યું શાકભાજીનું વેચાણ - Vegetables

કોરોના સંક્રમણની બીજી લહેરમાં મોટાભાગના ધંધા-રોજગારને સરકારે આંશિક રીતે બંધ રાખવાનો આદેશ કર્યો હતો જેમાં શાકભાજી દૂધ ફળ અને દવાની દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. જૂનાગઢના ઘડિયાળના એક વેપારીએ આંશિક લોકડાઉનમાં ઘડિયાળની જગ્યા પર શાકભાજીનું વેચાણ કરીને પાછલા એક મહિનાથી સ્વરોજગારી મેળવી રહ્યા છે.

watch
આંશિક લોકડાઉનમાં ઘડિયાળનો વેપાર બંધ થતાં વેપારીએ કર્યું શાકભાજીનું વેચાણ

By

Published : May 21, 2021, 8:57 AM IST

  • જૂનાગઠના વેપારી મિત્રોએ રોજગારી માટે શોધ્યો અનોખો રસ્તો
  • ઘડિયાળના વેપારીઓએ શાકભાજીનો ધંધો શરૂ કર્યો
  • લોકડાઉનના કારણે આર્થિક સ્થિતી બની હતી કફોડી

જૂનાગઢ : લોકડાઉનમાં સરકારે જીવન જરૂરી ચીજ વસ્તુઓની વેચાણ કરતી દુકાનોના સિવાય અન્ય દુકાનોને બંધ રાખવાનો આદેશ કર્યો હતો. જૂનાગઢમાં પણ શાકભાજી કરીયાણું ફળ અને દવાની દુકાન સિવાય તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી. જૂનાગઢના બે વેપારી મિત્રોએ આંશિક લોકડાઉનમાં રોજગારી મેળવવાનો અનોખો રસ્તો શોધી કાઢીને લોકડાઉનના સમયમાં પણ રોજગારી મેળવી રહ્યા છે અને મિત્રો જૂનાગઢના માંગનાથ બજારમાં ઘડિયાળનો વેપાર કરતા હતા પરંતુ દુકાન બંધ રહેવાને કારણે ઘરે બેસી રહેવું અને આવક ગુમાવવી તેના કરતાં કોઈ નવું રોજગાર શોધી લેવાનો વિચાર કર્યો અને દુકાન બહાર શાકભાજી વેચવાની શરૂઆત કરી હતી.

આંશિક લોકડાઉનમાં ઘડિયાળનો વેપાર બંધ થતાં વેપારીએ કર્યું શાકભાજીનું વેચાણ

શાકભાજી વેંચીને મેળવી રહ્યા રોજગાર

આંશિક લોકડાઉનમાં ઘડિયાળનો વેપાર બંધ થતાં વેપારીએ કર્યું શાકભાજીનું વેચાણ
લોકડાઉનના સમયે બંને મિત્રોએ લોકડાઉનના સમય દરમિયાન શાકભાજી વેચવાનો નિર્ધાર કર્યો હતો અને ઘડિયાળની દુકાન બહાર શાકભાજી ડુંગળી બટાકા અને ફળ ફ્રૂટ વહેંચી ને રોજગારી મેળવવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો હતો. આ બંન્ને મિત્રોએ જણાવ્યું હતુ કે જ્યાં સુધી સરકાર તેમને ઘડિયાળની દુકાન ફરીથી શરૂ કરવાની મંજૂરી નહીં આપે ત્યાં સુધી તેઓ શાકભાજીનું વેચાણ કરીને સ્વનિર્ભર રીતે રોજગારી મેળવતા રહેશે.

આ પણ વાંચો : મોરબીમાં કોરોનાની અસર સિરામિક ઉદ્યોગ પર જોવા મળી, 90 જેટલા યુનિટો બંધ

ABOUT THE AUTHOR

...view details