જૂનાગઢ: આપણી મૂળભૂત સાચી ખેતી ઓર્ગેનિક જ હતી. બીજાનું અનુકરણ અને ખેત ઉત્પાદન વધારવા કરવામનાં આવતા કેમીકલ દવાના વધુ બીનજરૂરી વપરાશથી તન, મન, ધનને નુકશાન થાય છે. માણાવદર સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી છેલ્લા એક વર્ષથી 100 ટકા ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વગર છાણીયા ખાતરથી ઓર્ગેનિક ખેતી એક વર્ષથી કરી રહયા છે. તેમજ ખેતી પણ ફળદ્રુપ બની રહે છે.
માણાવદર સ્વામીનારાયણ મંદિરના સ્વામીએ ઓર્ગેનિક ખેતી કરી સમાજને રાહ ચિંધ્યો - organic farming
માણાવદર સ્વામીનારાયણ મંદિરના કોઠારી મોહન પ્રસાદજી સ્વામીએ છેલ્લા એક વર્ષથી મંદિરના ખેતરમાં 100 ટકા ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી સમગ્ર સમાજને એક નવો રાહ ચિંધ્યો છે.
ગાયના છાણના ખાતર માટે પંચગવ્ય તથા અન્ય ઔષધિઓ વનસ્પતિઓ ઉમેરી ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામાં આવે છે. જેનો હાલ શાકભાજીમાં ઉપયોગ કરી ભીંડો, ગુવાર, ચોળી, રીંગણા સહિતનું ઉત્પાદન મબલખ કરી હરિભક્તોને આપવામાં આવે છે. ઓર્ગેનિક ખેતી કરવા માટે પશુઓના છાણીયા ખાતરનો ઉપયોગ થાય છે.
મનુષ્ય તાકતવાળો બને, રોગ પ્રતિકારક શકિત સારી રહે એ માટે સ્વમીએ દરેક ખેડૂતોને અપીલ કરી છે કે, ઓર્ગેનિક ખેતી તરફ વળો. આપણી મુળભૂત ખેતી બિયારણ ઓરિજિનલ વાવો ખોટા પ્રચારમાં ન ફસાવ. ઉત્પાદન વધું મળે છે.