જૂનાગઢ: ગિરનાર પર્વત પર બનાવવામાં આવેલી સીડી અને પગથિયા (Stairs And Steps Girnar) આજે તેના નિર્માણ 113 વર્ષ પૂર્ણ (Girnar Mountain Steps Complete 113 years) કરીને 114મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તે સમયે જૂનાગઢના દૂરંદેશી નવાબ તરીકે કામ કરતા રસુલખાન બાર્બી બહાદુરે વર્ષ 1889માં ગિરનાર પર્વત પર સીડી અને પગથિયા (Girnar Mountain Steps) બનાવવાનો વિચાર કર્યો હતો. આ વિચારને ફળીભૂત થતા 16 વર્ષ જેટલો સમય વિતી ગયો અને તેની પાછળ દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થયો અને અંતે વર્ષ 1908માં ગિરનાર પર્વત પર 9,999 પગથિયા સાથેની ભાવિકોને અનુકૂળ અને ઈજનેરની દ્રષ્ટિએ ઉત્તમ એવી સીડી બનીને તૈયાર થઇ જતાં અંતે તેને ભાવિકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.
1908માં બનેલા ગિરનાર પર્વત પરના સીડી અને પગથીયાઓ આજે પણ આધુનિક ઈજનેરી જગત માટે ચમત્કાર સમાન પગથિયાનું નિર્માણ આજથી 113 વર્ષ પૂર્વે પરિપૂર્ણ થયું
ગિરનારને હિમાલયનો દાદા ગુરુ માનવામાં આવે છે. આ ધાર્મિક સ્થળ ખૂબ જ મહત્વ ધરાવતું હતું પરંતુ ગિરનાર પર્વત પર બિરાજેલા ગુરુ દત્તાત્રેય અને મા અંબાજીના દર્શન કરવા માટેની કોઇ વ્યવસ્થા જે તે સમયે ન હતી, ત્યારે જૂનાગઢના નવાબે સીડી અને પગથિયા બનાવવાનો વિચાર કર્યો અને તેને જૂનાગઢના શ્રેષ્ઠીઓએ વિચારને અંજામ આપીને ગિરનાર પર્વત પર મુશ્કેલ કહી શકાય તે પ્રકારે 9,999 પગથિયાનું નિર્માણ આજથી 113 વર્ષ (Girnar Mountain Steps Complete 113 years) પૂર્વે પરિપૂર્ણ કર્યું હતું.
1908માં બનેલા ગિરનાર પર્વત પરના સીડી અને પગથીયાઓ આજે પણ આધુનિક ઈજનેરી જગત માટે ચમત્કાર સમાન સીડી અને પગથિયા બનાવવા માટે જૂનાગઢ લોટરીની થઈ હતી શરૂઆત
ગિરનાર પર્વત પર અતિ મુશ્કેલ અને કપરુ કહી શકાય તે પ્રકારની સીડી અને પગથિયા બનાવવા માટે વર્ષ 1889માં જૂનાગઢ લોટરીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢના પૂર્વ દિવાન હરિકૃષ્ણ બિહારી દાસ અને સરદાર રાવ બહાદુર બેચરદાસના પ્રયત્નથી જૂનાગઢ લોટરીની શુભ શરૂઆત કરવામાં આવી હતી. ગિરનાર પર પગથિયાં અને સીડી બનાવવા માટે આ લોટરીની શરૂઆત થઇ હતી, જેને લઈને જૂનાગઢની બોલબાલા અને ગ્રાહકો ખૂબ વધી ગયા છે. જેના પરિણામે વર્ષ 1889માં લોટરીની આવકમાંથી અંદાજિત દોઢ લાખ રૂપિયા ખર્ચ કરીને ગિરનારની સીડી અને પગથિયાને પરિપૂર્ણ કરવામાં આવ્યા હતા. આજથી 113 વર્ષ પૂર્વે ઇજનેરી જગત પણ બિલકુલ સુષુપ્ત અવસ્થામાં હશે. આવા સમયે ઇજનેરી દ્રષ્ટિએ પણ ખૂબ મુશ્કેલ કહી શકાય તે પ્રકારનું નિર્માણ ગિરનાર પર્વત પર પરિપૂર્ણ થયું હતું.
1908માં બનેલા ગિરનાર પર્વત પરના સીડી અને પગથીયાઓ આજે પણ આધુનિક ઈજનેરી જગત માટે ચમત્કાર સમાન ગિરનારની સીડી અને પગથિયા આજે પણ આધુનિક ઈજનેરી જગત માટે ઉત્તમ દ્રષ્ટાંત
ગિરનાર પર્વત પર 9,999 પગથિયા સાથેની બનેલી સીડી આજે પણ ઈજનેરી જગત માટે ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડે છે. 113 વર્ષ પૂર્વે ઇજનેરી કલાકૌશલ્યનો ઉદય થયો હતો ન હતો. ઈજનેરી ક્ષેત્રમાં આજે જે સાધન અને સામગ્રી વાપરવામાં આવી રહી છે તેવા એક પણ પ્રકારના સાધન કે સામગ્રીનો વપરાશ થતો ન હતો. માત્ર કુહાડી, ટાકણું અને હથોડી તેમજ માનવ શ્રમને કારણે 9,999 જેટલાં પગથિયાં બનાવવામાં જે તે સમયના કુશળ કારીગરોને સફળતા મળી હતી. ગિરનાર પર્વતના કારમીટ પથ્થરોને કુહાડી, ટાકણાં અને હથોડાની મદદથી તોડતા જવાનું અને તેમાંથી જે પથ્થર મળે તેમાથી પગથિયા બનાવીને 4,000 ફૂટની ઊંચાઈ પર કામ પૂર્ણ કરવુ આજે પણ એક ચમત્કાર માનવામાં આવે છે. જે 113 વર્ષ પહેલાથી હકીકત બનીને કોટી કોટી ભાવિકોને દત્તાત્રેય અને મા અંબાજીના દર્શન કરાવી ચુક્યા છે.
આ પણ વાંચો: ઠંડી, ગરમી કે વરસાદ કોઈપણ સંજોગોમાં દેશની રક્ષા કરવા માટે BSFના જવાનો છે સજ્જ
આ પણ વાંચો: Vibrant Gujarat Global Summit 2022: 26 પાર્ટનર દેશ - 15 ફોરેન મિનિસ્ટર અને 4 ફોરેન ગવર્નર રહેશે ઉપસ્થિત