જૂનાગઢ: શહેર અને જિલ્લામાં એકંદરે મેઘરાજાએ ખમૈયા કરતાં લોકોમાં હાશકારો વ્યાપ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી જે પ્રકારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ તાબડતોડ ઇનિંગ ખેલીને અત્ર-તત્ર-સર્વત્ર પાણી-પાણી કરી નાંખ્યું હતું.
જૂનાગઢ શહેર-જિલ્લામાં મેઘરાજાના ખમૈયા, સર્વત્ર પાણી-પાણી - વરસાદનાસમાચાર
જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજે સવારના સમયે વરસાદના એક ઝાપટાં બાદ મેઘરાજાએ શહેર અને જિલ્લામાં ખમૈયા કર્યા છે. જે પ્રકારે છેલ્લા એક અઠવાડિયાથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તેવી પરિસ્થિતિમાં આજે વરસાદે વિરામ લેતા લોકોમાં પણ હવે હાશકારો વ્યાપ્યો છે.
![જૂનાગઢ શહેર-જિલ્લામાં મેઘરાજાના ખમૈયા, સર્વત્ર પાણી-પાણી varsad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8545502-thumbnail-3x2-qweewq.jpg)
જૂનાગઢ
જૂનાગઢ શહેર-જિલ્લામાં મેઘરાજાના ખમૈયા, સર્વત્ર પાણી-પાણી
આજે સવારે જૂનાગઢ શહેરમાં વરસાદના ઝાપટાને બાદ કરતા શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. આજે વરસાદે વિરામ ચોક્કસ લીધો છે, પરંતુ વરસાદી વાતાવરણ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. હજુ પણ આગામી 24 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવે મેઘરાજા ખમૈયા કરે તેવુ લોકો પણ ઈચ્છી રહ્યાં છે, પરંતુ જે પ્રકારે એક બાદ એક વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે. જેને લઈને વધુ કેટલાક વરસાદની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.