ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના ઈફેક્ટઃ ગિરનાર પર્વત પર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો - Girnar

કોરોના સંક્રમણને કારણે પર્યટન સ્થળ ગિરનાર પ્રવાસીઓ વિહોણુ બની રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2020ની જાન્યુઆરીમાં અહીં ખૂબ મોટી સંખ્યામાં દેશ-વિદેશના પ્રવાસીઓ જોવા મળતા હતા, ત્યારે આ વખતે કોરોનાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગિરનાર પર્વત પર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો
ગિરનાર પર્વત પર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો

By

Published : Jan 4, 2021, 3:22 PM IST

Updated : Jan 4, 2021, 3:43 PM IST

  • પર્યટન સ્થળ ગિરનારમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો
  • કોરોના વાઈરસના કારણે પ્રવાસીઓની સંખ્યામાં નોંધાયો ઘટાડો
  • દર વર્ષે આ સમયે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ગિરનારની મુલાકાતે

જૂનાગઢઃ કોરોના સંક્રમણની અસર પર્યટન સ્થળ ગિરનાર પર્વત પર પણ જોવા મળી રહી છે. વર્ષ 2020માં જાન્યુઆરી મહિનામાં ગિરનાર પર્વત પર ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હતો, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને કારણે પ્રવાસીઓની સંખ્યા બિલકુલ નહિવત જોવા મળી રહી છે, જેને કારણે ગિરનાર પર્વત યાત્રિકો વિહોણો જોવા મળી રહ્યો છે.

ગિરનાર પર્વત

પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડાની અસર સ્થાનિક રોજગારી પર

ગિરનાર પર્વત

ગિરનાર પર્વત પર યાત્રિકોની સંખ્યામાં ઘટાડાને લઈ તેની અસર હવે સ્થાનિક રોજગારી પર પણ પડી શકે છે. જેને કારણે ગિરનાર પર્યટન ક્ષેત્ર પર જીવન નિર્વાહ કરતા નાના-નાના વેપારીઓ પણ મુશ્કેલીમાં જોવા મળી શકે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘટાડો ગિરનાર પર્યટન ક્ષેત્ર અને આસપાસ જોવા મળી રહ્યો છે.

ગિરનાર પર્વત પર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો
Last Updated : Jan 4, 2021, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details