જૂનાગઢ: આગામી સોમવારથી ત્રીજા તબક્કાના 14 દિવસના લોકડાઉનની શરૂઆત થવા જઇ રહી છે, ત્યારે જૂનાગઢના સાધુ-સંતોએ પણ સમગ્ર દેશવાસીઓને લોકડાઉનનો ચૂસ્ત અમલ કરવા આદેશ આપ્યો છે. જે પ્રકારે કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. તેની સામે અમોધ શસ્ત્ર સમાન લોકડાઉન એકમાત્ર ઉપાય છે. જેથી સાધુ-સંતોએ લોકડાઉનનો ચૂસ્ત અમલ કરવા લોકોને આદેશ કર્યો છે.
જૂનાગઢના સાધુ-સંતોએ સમગ્ર દેશવાસીઓને ત્રીજા તબક્કાના લોકડાઉનને પણ પ્રથમ 2 તબક્કાના લોકડાઉન જેવું જ સમર્થન આપવાની આગ્રહ ભરી વિનંતી કરી હતી.
જૂનાગઢના સાધુ-સંતોએ લોકોને લોકડાઉનનું ચૂસ્ત પાલન કરવા આદેશ કર્યો ગુજરાતના લોકોએ પ્રથમ 2 તબક્કાના લોકડાઉનને ભારે સમર્થન આપ્યું છે. જેના કારણે જૂનાગઢ જિલ્લો આજે પણ કોરોના વાઇરસથી મુક્ત જોવા મળી રહ્યો છે. આગામી સોમવારથી શરૂ થતાં ત્રીજા તબક્કાના લોકડાઉનને પણ હવે જૂનાગઢ સહિત સમગ્ર રાજ્ય અને દેશના લોકો ચૂસ્ત સમર્થન આપે તેવું જૂનાગઢના સાધુ-સંતો આગ્રહ ભરી વિનંતી કરી રહ્યા છે.
લોકડાઉનના સમયમાં રોજગારીની ખૂબ જ સમસ્યા સર્જાઇ રહી છે. લોકોને રોજગારી જતી રહેવાનો ડર પણ સતાવી રહ્યો છે, પરંતુ જે પ્રકારે કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. તેની સામે લોકડાઉન એકમાત્ર અમોધ શસ્ત્ર સમાન માનવામાં આવે છે અને સમગ્ર દેશવાસીઓ તેમની રોજગારીની ચિંતા કર્યા વગર કોરોના વાઇરસની લડાઈ ઉપર જીત મેળવવા માટેના એકમાત્ર હથિયાર લોકડાઉનનો ચૂસ્ત રીતે અમલ કરશે.
આગામી દિવસોમાં કોરોના વાઇરસથી સમગ્ર દેશને મુક્તિ મળશે અને ત્યારબાદ રોજગારીની નવી તકોનું સર્જન પણ થશે, ત્યારે સમગ્ર દેશવાસીઓ વધુ 14 દિવસ ધીરજ ધરીને લોકડાઉનનો ચૂસ્ત અમલ કરે તેવો આગ્રહ ભર્યો આદેશ કરવામાં આવ્યો છે.