- ગ્રાહક અને ખેડૂતો બન્યા ખરીદ-વેચાણના માધ્યમો
- પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત કરાયેલી ખેેતપેદાશોનું સીધુ વેચાણ
- આજથી એક અઠવાડિયા સુધી ભરાયેલું રહેશે ઓર્ગેનિક બજાર
જૂનાગઢઃ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત થયેલી કૃષિ પેદાશો શાકભાજી અને કેટલાક ફ્રૂટનું બજાર આજથી એટલે કે શનિવારથી એક અઠવાડિયા સુધી લગાવવામાં આવ્યું છે. જેમાં ખેડૂતો પ્રાકૃતિક ખેત પદ્ધતિ દ્વારા ઉત્પાદિત કરેલી કૃષિપેદાશો સીધા ગ્રાહકોને વેચી રહ્યા છે.
ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક શાકભાજી-ફળ સીધા ગ્રાહક સુધી પહોંચ્યા
આજે સોમવારથી જૂનાગઢમાં ખેડૂતો અને ગ્રાહકો પોતાની કૃષિ જણસોનું લે-વેચ કરી શકે તે માટેના એક અઠવાડિયા સુધી ચાલતા બજારનું શુભારંભ કરવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા ઓર્ગેનિક ખેતી પદ્ધતિથી ઉત્પાદિત કરવામાં આવેલી કૃષિ પેદાશો જેવી કે શાકભાજી, અનાજ, કઠોળ, ફળ જેવી ચીજ વસ્તુઓનું આ બજારમાં ખેડૂતો સીધા વેચી શકશે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.