ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકડાઉનને લીધે જૂનાગઢ એસટી નિગમને અંદાજિત 200 કરોડ કરતાં વધુ નુકસાન થવાની શક્યતાઓ - કોરોના વાઈરસ ન્યૂઝ

કોરોના વાઈરસની મહામારીને લીધે દેશના મોટા ભાગના ક્ષેત્રો પર આર્થિક રીતે માઠી અસર પડી રહી છે. લોકડાઉનને કારણે જૂનાગઢ એસટી ડિવિઝનને અંદાજિત 200 કરોડ કરતા વધુના નુકસાન ભોગવવું પડેે તેવી શક્યતાઓ છે.

ETv Bharat
Bus station

By

Published : May 2, 2020, 6:41 PM IST

જૂનાગઢઃ લોકડાઉનને લઈને જૂનાગઢ એસટી વિભાગને ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. દૈનિક ધોરણે 40 લાખ કરતા વધુની આવક ધરાવતું જૂનાગઢ એસટી વિભાગ લોકડાઉનના સમયમાં અંદાજિત 200 કરોડ કરતા વધુના નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

કોરોના વાઇરસને કારણે જે પ્રકારે દેશમાં લોકડાઉનના ત્રીજા તબક્કાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને નાના-મોટા સહિત ઘણા ઉધોગો અને આવક રળી આપતા જાહેર સાહસો ખૂબ મોટી આર્થિક નુકશાની કરવા તરફ આગળ વધી રહ્યા છે. જે પૈકીનું એક જાહેર સાહસ એટલે લોકોને સસ્તા અને સેવાના દરે મુસાફરી આપતો એસટી વિભાગ જુનાગઢ એસટી વિભાગ દૈનિક ધોરણે 40 લાખ કરતા વધુની આવક કરતું હતું. પરંતુ જે પ્રમાણે લોકડાઉનનો અમલ ચાલુ છે જેને કારણે તમામ રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેને પગલે જૂનાગઢ એસ.ટી ડિવિઝનને દૈનિક 40 લાખ કરતા વધુ નુકસાનની ખોટ ઉઠાવી પડી રહી છે.

જૂનાગઢ એસટી વિભાગ નીચે જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના તમામ ડેપો ઉપરાંત રાજકોટ જિલ્લાના ઉપલેટા ધોરાજી જેતપુર સહિતના કેટલાક ડેપો આવે છે. જુનાગઢ એસટી વિભાગને સૌરાષ્ટ્રનું મોટુ ડિવિઝન પણ માનવામાં આવે છે. જેને કારણે નુકસાનીનો અંદાજ ખૂબ મોટો હોઈ શકે છે. પ્રથમ તબક્કાના 21 દિવસ બાદ બીજા તબક્કાના 19 અને ત્રીજા તબક્કાના 14 દિવસ મેળવીને 54 દિવસ સુધી લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે ત્યારે આ દિવસો દરમિયાન જુનાગઢ એસટી વિભાગની એક પણ બસ માર્ગ પર સેવા આપી રહી નથી.

જેને લઇને એક દિવસના અંદાજિત 40 લાખની ખોટનો હિસાબ લગાવીએ તો લોકડાઉનના આ 54 દિવસો દરમિયાન એસટી વિભાગને અંદાજિત 200 કરોડ કરતાં વધુની મસ મોટી નુકશાની સહન કરવાનો સમય આવી શકે છે. જેને કારણે કર્મચારીઓના પગાર સહિતની કેટલીક વ્યવસ્થાઓ ઉભી કરવામાં અને તેમને જાળવી રાખવામાં નિગમને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details