જૂનાગઢ : લૉકડાઉનને લઈને જૂનાગઢને લોકોની કેટલીક ગંભીર બેદરકારી સામે આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં લોકો બિલકુલ સામાન્ય દિવસોની માફક આવન-જાવન કરી રહ્યા છે. તો કેટલાક વિસ્તારો લૉકડાઉનની અગત્યતાને સમજીને સ્વયંભૂ બંધમાં જોડાયા છે.
જૂનાગઢમાં લૉકડાઉન વચ્ચે ગંભીર બેદરકારી સામે આવી - latestgujaratinews
ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ 38 કેસ નોંધાયા છે અને 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે, ત્યારે ગત મધ્યરાત્રીથી અમલમાં આવેલા લૉકડાઉનની જૂનાગઢમાં મજાક ઉડી રહી છે. જૂનાગઢવાસીઓને જાણે કોરોના વાઈરસનો કોઈ ભય નથી. સામાન્ય દિવસોની માફક આવન-જાવન કરી રહ્યા છે.
કેટલાક શહેરીજનો જૂનાગઢ શહેરના માર્ગો પર બિલકુલ સામાન્ય દિવસોની માફક ચહેલ પહેલ કરતા જોવા મળી રહ્યા છે. કોરોના વાઈરસ જે પ્રકારે સમગ્ર દેશમાં ધીમે ધીમે પોતાનો કાળમુખી પંજો ફેલાવી રહ્યું છે. તેને જોતા લૉકડાઉન ખૂબ જ અગત્યનો માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો આ લૉકડાઉનની ગંભીરતાને સમજતા નથી અને પોતાની જાતની સાથે જૂનાગઢના લોકોનું આરોગ્ય જોખમાય તે પ્રકારના હલન ચલન કરી રહ્યા છે
આવા લોકો આ વાઇરસને વધુ ફેલાવવામાં મદદગાર અને વાતાવરણ ઊભું કરી રહ્યા છે. જેને કારણે સમગ્ર જૂનાગઢના લોકોનું આરોગ્ય પણ જોખમાઈ શકે છે, ત્યારે શહેરમાં ફરતાં ટુ વ્હીલર અને ઓટો રીક્ષા અને તાકીદે પ્રતિબંધિત કરવામાં આવે તો આ પ્રકારનો સામાજિક સ્થળાંતર અટકી જશે અને કોરોના વાઈરસને ફેલાવવા માટેનું મેદાન મર્યાદિત બનશે. જેને કારણે સમગ્ર મહામારી પર જૂનાગઢની સાથે દેશના લોકોને પણ સફળતા મળશે.