- ETV Bharat સિંહોના સ્થળાંતરને લઈને પ્રસિદ્ધ કરેલા અહેવાલની સામે આવી સત્યતા
- ગત રાત્રીના સમયે કેટલાક સિંહોને વનવિભાગના વાહનોમાં અન્યત્ર વિસ્તારમાં ખસેડાયા
- સિંહોને ખસેડાતા રાજુલાના સ્થાનિક ધારાસભ્ય અમરિશ ડેરે સરકારને આપી ચીમકી
જૂનાગઢઃ રાજુલામાંથી સિહોને ખસેડાતા રાજુલાના સ્થાનિક ધારાસભ્ય અમરીશ ડેરે વિરોધ વ્યક્ત કર્યો છે અને સિંહોને પરત રાજુલા મોકલવામાં નહીં આવે તો લોકોના રોષનો ભોગ સરકાર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
વનવિભાગની સિંહોને રાજુલાના કોવાયાથી અન્યત્ર વિસ્તારમાં સ્થાનાંતરિત કરવાના ગુપ્ત ઓપરેશન
સિંહોના સ્થળાંતરને લઈને રાત્રીના સમયે વન વિભાગના વાહનોમાં સિંહોને અન્ય જગ્યા પર સ્થળાંતરિત કરવામાં આવી રહ્યાં છે તેવુ સ્પષ્ટ જોઈ શકાય છે. સિંહોના સ્થળાંતરને લઈને હજુ સુધી વનવિભાગ કોઈ ચોક્કસ માહિતી પૂરી પાડતું નથી પરંતુ જે પ્રકારે સિંહોને ગઈકાલે સ્થળાંતરિત કર્યા છે તે સ્પષ્ટ બતાવી આપે છે કે વનવિભાગની સિંહોને રાજુલાના કોવાયાથી અન્યત્ર વિસ્તારમાં સ્થાનાંતરિત કરવાના ગુપ્ત ઓપરેશન અંતે ખુલ્લું પડી ગયું છે.
સિહોને વન વિભાગના કર્મચારી અને અધિકારીઓની હાજરીમાં રાજુલાથી અન્યત્ર વિસ્તારમાં ખસેડવાની કામગીરી સ્થાનિક ધારાસભ્યએ સિંહોને પરત રાજુલા વિસ્તારમાં લાવવાની કરી માગ સિંહોના સ્થળાંતરને લઈને રાજુલાના સ્થાનિક ધારાસભ્ય અમરિશ ડેરે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વન પ્રધાન ગણપત વસાવા જોડે ટેલિફોનિક વાતચીત કરી હતી.વસાવાએ સિંહોને તબીબી પરીક્ષણ માટે લઈ જવામાં આવ્યા છે તેવું જણાવ્યું છે. સિંહોને તબીબી ચકાસણી માટે લઈ જવામાં આવ્યા હોય તો સિંહનું તબીબી પરીક્ષણ પૂર્ણ થયા બાદ ફરી પાછા તેને રાજુલા અને કોવાયા વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવે તેવી માગ અંબરીશ ડેરે કરી છે. અન્યથા રાજુલાના સિંહ પ્રેમી લોકોનો રોષ રાજ્યની સરકારે બનવું પડશે તેવો ગર્ભિત ઇશારો પણ ધારાસભ્ય અમરિશ ડેર કર્યો છેઆ પણ વાંચોઃ
Gir Lion: અમરેલીના પીપાવાવ પોર્ટ ઉપર સિંહોની લટાર, વીડિયો વાયરલ આ પણ વાંચોઃ પીપાવાવના સિંહોને ધારી નજીક સ્થળાંતર કરાતા સિંહ પ્રેમીઓમાં રોષ