જૂનાગઢ: શુક્રવારે અકસ્માતે ગીર પૂર્વના રાયડી વિસ્તારમાં આવેલી અને છેલ્લાં ઘણા સમયથી બંધ પડેલી શાળાના મકાનમાં 4 સિંહ બાળકો આવી ગયા હતા. જેથી આ અંગે વન-વિભાગને જાણ કરવાથી વન-વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
જૂનાગઢ: બંધ શાળામાં આવ્યા સિંહના બાળકો, વન-વિભાગે કર્યું રેસ્ક્યૂ - સિંહના બાળકોનું રેસ્ક્યૂ
ગીર પૂર્વના રાયડી ગામની બંધ પડેલી વાળી શાળાના મકાનમાં સિંહના 4 બાળકો આવી ગયા હતા. જેથી વન-વિભાગની ટીમે તમામ 4 બાળકોનું રેસ્ક્યૂ કરી તેને જંગલમાં છોડી દીધા હતા.

બંધ શાળામાંથી સિંહના બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
બંધ શાળામાંથી સિંહના બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
વન-વિભાગની ટીમે 2 કલાકની જહેમત બાદ તમામ 4 બાળકોનું રેસ્ક્યૂ કરી લીધું હતું. આ ઉપરાંત સિંહના બાળકો તંદુરસ્ત હોવાથી કોઈ પણ પ્રકારની તબીબી ચકાસણી કર્યા વિના તેને જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા.