ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોરોના સંક્રમણને કારણે 30 એપ્રિલ સુધી રહેશે બંધ - ગુજરાત કોરોના અપડેટ

કોરોના સંક્રમણને કારણે જૂનાગઢ APMC (Agricultural Produce Market Committee) આગામી ૩૦મી એપ્રીલ સુધી બંધ રાખવાનો નિર્ણય માર્કેટીંગ યાર્ડના ચેરમેન કીરીટ પટેલે કર્યો છે. જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, આવી પરિસ્થિતિમાં જો APMCમાં કામકાજ ચાલું રાખવામાં આવે તો ગામડેથી આવતો ખેડૂત પણ સંક્રમિત થઈ શકે છે. તેને ધ્યાનમાં રાખીને APMCનું તમામ કામકાજ આગામી ૩૦મી એપ્રીલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોરોના સંક્રમણને કારણે 30 એપ્રિલ સુધી રહેશે બંધ
જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોરોના સંક્રમણને કારણે 30 એપ્રિલ સુધી રહેશે બંધ

By

Published : Apr 24, 2021, 10:24 PM IST

  • જૂનાગઢ APMC આગામી ૩૦મી એપ્રીલ સુધી બંધ રાખવાનો કરાયો નિર્ણય
  • સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે કરવામાં આવ્યો નિર્ણય
  • આગામી 30 તારીખ બાદ ફરી એક વખત APMC શરૂ કરવું કે નહીં તેને લઈને કરાશે નિર્ણય

જૂનાગઢઃ સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે જૂનાગઢ APMC (Agricultural Produce Market Committee)નું કામકાજ પાછલા 10 દિવસથી બંધ રાખવામાં આવ્યું છે. જે આગામી 26 તારીખ અને સોમવારથી ફરી એક વખત રાબેતા મુજબ થવા જઈ રહ્યું હતું. સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે જૂનાગઢ APMCને વધુ એક અઠવાડિયા સુધી એટલે કે આગામી ૩૦મી એપ્રીલ સુધી બંધ રાખવાનો નિર્ણય યાર્ડના ચેરમેન કિરીટ પટેલે લીધો છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ખેડૂત તેમજ યાર્ડના વેપારીઓ કોરોનાથી સંક્રમિત ન થાય તેને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આગામી 30 તારીખ બાદ ફરી એક વખત APMC શરૂ કરવું કે નહીં તેને લઈને કરાશે નિર્ણય

આ પણ વાંચોઃ આગામી શુક્રવારથી રવિવાર સુધી જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

૩૦ એપ્રિલ બાદ યાર્ડ શરૂ કરવા બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે

આગામી ૩૦મી તારીખે કોરોના સંક્રમણના કહેરને ધ્યાને રાખીને ફરી એક વખત યાર્ડના સત્તાધીશો માર્કેટિંગ યાર્ડને હરાજી માટે ખોલવું કે નહીં તેનો કોઇ અંતિમ નિર્ણય કરશે. સંક્રમણ પ્રતિદિન ખૂબ ભયજનક રીતે આગળ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં 30 તારીખ બાદ કોઈ સુધારો જોવા નહીં મળે તો માર્કેટિંગ યાર્ડને મે મહિનામાં પણ બંધ રાખવાની ફરજ યાર્ડના સત્તાધીશોને પડી શકે છે. આ તમામ શક્યતાઓ 30 તારીખ બાદ પરિસ્થિતિ પર એક વખત વિચાર કરીને તેને કેટલા સમય સુધી બંધ રાખવું તેને લઇને કોઇ અંતિમ નિર્ણય થઇ શકે છે.

જૂનાગઢ APMC આગામી ૩૦મી એપ્રીલ સુધી બંધ રાખવાનો કરાયો નિર્ણય

આ પણ વાંચોઃ સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે આગામી 25 તારીખ સુધી જૂનાગઢ APMC બંધ

ABOUT THE AUTHOR

...view details