ગુજરાત

gujarat

ETV Bharat / city

ગીરના સિંહ અને નેસના માલધારીઓ વચ્ચે સદીઓ બાદ પણ જોવા મળે છે અતૂટ સંબંધ જૂઓ આ વિશેષ અહેવાલમાં... - સિંહ

ગીરમાં વસતા માલધારીઓ અને સિંહ વચ્ચે સદીઓ બાદ પણ જોવા મળે છે અતૂટ સંબંધ. ગીર અને સિંહ એક બીજાને પૂરક કડી બનાવીને આજે તેમનું અસ્તિત્વ ટકાવી રાખતા જોવા મળે છે. સિંહ અને માલધારી પરિવારો એકમેકને પોતાના પરિવારના સભ્યો ગણે છે. જેને કારણે જ આકસ્મિક બનાવોને બાદ કરતા ગીરના માલધારીઓ અને સિંહ વચ્ચે ઘર્ષણના બનાવો બનતા નથી.

ગીરના સિંહ અને નેસના માલધારીઓ વચ્ચે સદીઓ બાદ પણ જોવા મળે છે અતૂટ સંબંધ
ગીરના સિંહ અને નેસના માલધારીઓ વચ્ચે સદીઓ બાદ પણ જોવા મળે છે અતૂટ સંબંધ

By

Published : Nov 21, 2020, 2:17 PM IST

  • ગીરના સિંહો અને માલધારીઓ વચ્ચે સદીઓ બાદ પણ અતૂટ સંબંધ
  • સિંહ અને માલધારીઓ વચ્ચે પારિવારિક ભાવનાઓ
  • સિંહ અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળતું નથી
  • સિંહોની સંખ્યા 700 કરતા પણ વધુ જોવા મળી
  • ગીર છે તો સિંહ છે અને સિંહ છે તો ગીર છે

જૂનાગઢ: ગીરમાં વસતા માલધારીઓ અને સિંહ વચ્ચે સદીઓ બાદ પણ જોવા મળે છે અતૂટ સંબંધ. ગીર અને સિંહ એક બીજાને પૂરક કડી બનાવીને આજે તેમનું અસ્તિત્વ ટકાવી રાખતા જોવા મળે છે. સિંહ અને માલધારી પરિવારો એકમેકને પોતાના પરિવારના સભ્યો ગણે છે. તેને કારણે જ આકસ્મિક બનાવોને બાદ કરતા ગીરના માલધારીઓ અને સિંહ વચ્ચે ઘર્ષણના બનાવો બનતા નથી.

ગીરના સિંહ અને નેસના માલધારીઓ વચ્ચે સદીઓ બાદ પણ જોવા મળે છે અતૂટ સંબંધ

ગીરનું ગૌરવ સિંહ

"સાવજ" નામ પડતાં જ મનમાં સવાશેર લોહી ચડી જાય, ગીરના સિંહો એ ફક્ત વન્ય પ્રાણી જ નથી પરંતુ ગીરનું ગૌરવ છે. ગીરના લોકો સાથે સિંહનો અતુટ સંબંધ છે.

સિંહના બેસણા આજે પણ ગીરના નેસોમાં જોવા મળે છે

ગીરમાં સિંહોનું અસ્તિત્વ એક સદી કરતા પણ વધુ પુરાણુ છે. આ સમય દરમિયાન સિંહ અને ગીરનો વિકાસ સતત થતો રહ્યો છે. તેને પરિણામે આજે સિંહોની સંખ્યા 700 જેટલી જોવા મળી રહી છે. એક સમયે સિંહની સંખ્યા માત્ર 100ની અંદર જોવા મળતી હતી. આટલા વર્ષોમાં આકસ્મિક બનાવોને બાદ કરતા સિંહ અને માલધારીઓ વચ્ચે ક્યારેય સીધો સંઘર્ષ થયો નથી. જેને કારણે ગિરના સિંહ અને માલધારીઓ આજે પરિવારની ભાવનાઓ સાથે સહજીવન વિતાવતા જોવા મળે છે. ગીરના નેસમાં આજે પણ સિંહના મોત બાદ બેસણું પણ રાખવામાં આવે છે. જે સિંહ અને માલધારીઓ વચ્ચે પારિવારિક લાગણીઓ દર્શાવે છે.

ABOUT THE AUTHOR

...view details