જૂનાગઢ :ત્રણ તબક્કાના લૉકડાઉન અને બે તબક્કાના અનલૉકમાં ધોબી અને લૉન્ડરી કામ કરતા વેપારીઓને ગાડી હજુ પણ પાટા પર ચડી નથી.છેલ્લા 100 દિવસથી રોજગારીની ચિંતાને લઈને ધોબીના વ્યવસાય સાથે સંકળાયેલા નાના વેપારીઓ આજે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે.કોરોના વાઇરસને કારણે પ્રથમ ત્રણ તબક્કામાં લૉકડાઉન આપવામાં આવ્યું હતું. જેને લઇને તમામ રોજગાર અને ધંધાઓ બંધ જોવા મળ્યા હતા.
અનલૉક તબક્કામાં લોન્ડ્રી અને કપડાંને ઇસ્ત્રી કામ કરતા વેપારીઓ હજુ પણ મુશ્કેલીમાં આ સમય દરમિયાન કપડાં ધોવા તેમજ ઈસ્ત્રી કામ સાથે જોડાયેલા નાના વેપારીઓ પણ હવે તેમના રોજગાર ને લઈને ભારે ચિંતાગ્રસ્ત જોવા મળી રહ્યા છે. છેલ્લા 100 દિવસ દરમિયાન લૉકડાઉનને કારણે રોજગારી ગુમાવી ચૂકેલા ધોબી આજે પણ તેમના રોજગાર ને લઇને ચિંતિત જોવા મળી રહ્યા છે.
અનલોક તબક્કામાં ગ્રાહકોમાં 50 ટકાનો ઘટાડો જૂનાગઢ લૉકડાઉન બાદ હાલ અનલૉક તબક્કો ચાલી રહ્યો છે, પરંતુ આ સમયગાળામાં પણ ધોબી કામને પાછલા દિવસો જેવો ગ્રાહકોનો પ્રતિસાદ મળતો નથી. અધૂરામાં પૂરું જે પ્રકારે છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ શહેરમાં કોરોના સંક્રમિત કેસો ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે. જેને લઇને લોકોમાં પણ વધુ ભય ફેલાયો છે.લોકો કપડાંને ઈસ્ત્રી કે ધોવા માટે ધોબી ની પાસે આવતા નથી. જેની વિપરીત અસરો ધોબી કામના વ્યવસાય પર પણ પડી રહી છે.
લૉકડાઉન અને અનલૉક તબક્કામાં લોન્ડ્રી અને કપડાંને ઇસ્ત્રી કામ કરતા વેપારીઓ હજુ મુશ્કેલીમાં જૂનાગઢ લૉકડાઉન પહેલા ધોબીનો વ્યવસાય સારો ચાલતો હતો, પરંતુ કોરોના વાઈરસ બાદ આપવામાં આવેલા લૉકડાઉનમાં તે સંપૂર્ણ ઠપ્પ થયો છે.હવે અનલૉક તબક્કામાં ધોબી કામનો વ્યવસાય ફરીથી શરૂ થયો છે, પરંતુ ગ્રાહકોમાં 50 ટકા કરતા પણ વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.