ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ શહેરના પુરાતત્વ સ્થળોના વિકાસ માટે સરકારે બે વર્ષમાં એક પણ રૂપિયો રકમ ના ફાળવી - assembly news

જૂનાગઢ શહેરના પુરાતત્વ સ્થળોના વિકાસ માટે છેલ્લા બે વર્ષમાં સરકાર દ્વારા એક પણ રૂપિયો રકમ આપવામાં આવી નથી. જૂનાગઢ જિલ્લામાં 36 જેટલા પુરાતત્વ સ્થળ આવેલા છે, જેની વિશેષતા રહેલી છે.

જૂનાગઢના સ્થળોનું ઐતિહાસિક મહત્વ રહેલું છે
જૂનાગઢના સ્થળોનું ઐતિહાસિક મહત્વ રહેલું છે

By

Published : Mar 25, 2021, 9:16 PM IST

  • વિધાનસભા પ્રશ્નોત્તરી કાળમાં માહિતી આવી સામે
  • જૂનાગઢના સ્થળોનું ઐતિહાસિક મહત્વ રહેલું છે
  • 36 જેટલા પુરાતત્વ સ્થળની અનોખી વિશેષતા

ગાંધીનગર: ગુજરાતનું જૂનાગઢ શહેર તેના પુરાતત્વ સ્થળોને લઈને જાણીતું છે. છેલ્લા બે વર્ષમાં સરકાર દ્વારા કેટલી રકમ ફાળવવામાં આવી છે. તેને લઈને રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે વિધાનસભા પ્રશ્નોત્તરીકાળમાં આ પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો. જવાબમાં સામે આવ્યું હતું કે, બે વર્ષમાં એક પણ રૂપિયો પુરાતત્વને વિકાસ માટે ફાળવવામાં આવેલો નથી.

આ પણ વાંચો:રાજ્યમાં સરકારી શાળાઓમાં ‘મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરાશે

જૂનાગઢમાં 27 પુરાતત્વ સ્થળ

ગુજરાતમાં જૂનાગઢનું ઐતિહાસિક મહત્વ રહેલું છે, ત્યાં આવેલા પુરાતત્વ સ્થળો દેશ-વિદેશમાં જાણીતા છે. જેમાં નવઘણ કુવો, અડી કડી વાવ, ગૌમુખી જેવા પુરાતત્વ સ્થળોનું વિશેષ મહત્વ છે. તેના વિકાસ માટે કેટલીક રકમ ફાળવામાં આવે તે પણ જરૂરી છે. 36માંથી ફક્ત જૂનાગઢમાં જ 27 પુરાતત્વ સ્થળ આવેલા છે.

આ પણ વાંચો:રણ મહોત્સવમાં PPP મોડેલ પર ટેન્ટ બનાવવા માટે સરકારે 2 ખાનગી કમ્પનીને કોન્ટ્રાક્ટ આપ્યો

ABOUT THE AUTHOR

...view details