ગુજરાત

gujarat

ETV Bharat / city

ગિરનાર રોપ-વે પાછલા 48 કલાકથી જોવા મળી રહ્યો છે બંધ, લોકોની સુરક્ષા વ્યવસ્થા માટે કરાયો નિર્ણય

ગિરનાર પર્વત પર ફુંકાઈ રહેલા પવનોને કારણે ગિરનાર રોપ-વે ઉડ્ડન ખટોલા પાછલા 48 કલાકથી બંધ જોવા મળી રહ્યો છે. માત્ર 15 દિવસમાં ભારે પવનને કારણે પાંચ વખત ગિરનાર રોપ-વે ઉડ્ડન ખટોલાને બંધ રાખવાની ફરજ સંચાલકોને પડી શકે છે. રોપ-વે બંધ રાખવાનું કારણ ગિરનાર પર્વત પર ફુકાઈ રહેલા ભારે પવનને કારણે લોકોની સુરક્ષા વ્યવસ્થા ન જોખમાય અને રોપ-વેને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે આ નિર્ણય રોપ-વેના સંચાલકો દ્વારા લેવામાં આવ્યો છે.

ગિરનાર રોપ-વે પાછલા 48 કલાકથી જોવા મળી રહ્યો છે બંધ, લોકોની સુરક્ષા વ્યવસ્થા માટે કરાયો નિર્ણય
ગિરનાર રોપ-વે પાછલા 48 કલાકથી જોવા મળી રહ્યો છે બંધ, લોકોની સુરક્ષા વ્યવસ્થા માટે કરાયો નિર્ણય

By

Published : Jul 28, 2021, 6:28 PM IST

  • ગિરનાર રોપ-વે પાછલા 48 કલાકથી જોવા મળી રહ્યો છે બંધ
  • ગિરનાર પર્વત પર ફુકાઈ રહેલા ભારે પવનને કારણે રોપ-વેે કરવામાં આવ્યો બંધ
  • લોકોની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પ્રકારનું નુકસાન ન થાય તે માટે કરાયો નિર્ણય

જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં આવેલો અને એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે ઉડ્ડન ખટોલા પાછલા 48 કલાકથી બંધ જોવા મળી રહ્યો છે. રોપ-વે બંધ રાખવાને લઈને મેનેજર સાથે ETV BHARAT દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. જેમાં જી.એમ.પટેલે જણાવ્યું હતું કે, ગિરનાર પર્વત પર હાલ 80 થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. આ પરિસ્થિતિ રોપ-વેના સંચાલન માટે બાધા રૂપ બની રહી છે. જેને કારણે રોપ-વેનુ સંચાલન પાછલા 48 કલાકથી બંધ રાખવામાં આવ્યુ છે. યોગ્ય પરિસ્થિતિ અને પવનની ગતિમાં કોઈ ચોક્કસ ઘટાડો નહીં થાય ત્યાં સુધી રોપ-વે બંધ રાખવામાં આવશે એવું પણ તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

ગિરનાર રોપ-વે પાછલા 48 કલાકથી જોવા મળી રહ્યો છે બંધ, લોકોની સુરક્ષા વ્યવસ્થા માટે કરાયો નિર્ણય

રોપ-વેનું સંચાલન બંધ રાખવા પાછળ સુરક્ષાના ધારા ધોરણોનુ કરાયું છે પાલન

રોપ-વેના સંચાલન બાબતે કેટલાક સુરક્ષાને લઇને ધારા ધોરણો નક્કી કરાયા છે. જે પૈકીના એક પણ કારણ સુરક્ષાની દ્રષ્ટિએ અનુકૂળ ન જણાય તો રોપ-વેનું સંચાલન નહીં કરવું તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. તે મુજબ ગિરનાર પર્વત પર પાછલા 48 કલાકથી જે પ્રકારે અતિ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. તેને કારણે પ્રવાસીઓની સુરક્ષાની સાથે રોપ-વેની સલામતી પણ ખોરંભે પડી શકે છે. આ સુરક્ષા કારણોસર રોપ-વેનું સંચાલન બંધ રખાયું છે.

આ પણ વાંચો:Gujarat Rain Update: જુનાગઢમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા લોકો ત્રાહિમામ

અતિ ભારે પવનને કારણે સુરક્ષાના ભાગ રુપે નિર્ણય

પાછલા 15 દિવસમાં પાંચ વખત અતિ ભારે પવન હોવાને કારણે રોપ-વેનું સંચાલન બંધ રાખવાની ફરજ ઉડ્ડન ખટોલાનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીના સંચાલકોને પડ્યું છે. આગામી દિવસોમાં ગિરનાર પર્વત પર પવનની ગતિ મર્યાદા રોપ-વેના સંચાલન પૂરતી મર્યાદિત નહીં થાય ત્યાં સુધી રોપ-વેનું સંચાલન બંધ રહેશે.

ABOUT THE AUTHOR

...view details