- ગીરના તમામ સિંહ સુરક્ષિત અને હયાત હોવાનો વન વિભાગનો દાવો
- માધ્યમોમાં ચાલી રહેલા સમાચારો સત્યથી વેગળા હોવાનું વન વિભાગનો દાવો
- એક પણ સિંહનું મોત કે કોઈ સિંહ ગુમ થયો હોય તેવી ઘટના વાવાઝોડાના સમય દરમિયાન સામે આવી નથી
જૂનાગઢઃ વાવાઝોડાના સમય દરમિયાન માંગરોળથી લઈને તળાજા સુધીના વિસ્તારમાં 18 સિંહ ગુમ થયાના સમાચારો માધ્યમોમાં ચાલી રહ્યા છે, જેને લઇને વન વિભાગના મુખ્ય વન્ય સંરક્ષક પ્રાણી વર્તુળ ડૉ. દુષ્યંત વસાવડાએ આ સમાચારોને સત્યથી વેગડા ગણાવીને તેમનું ખંડન કર્યું હતું. તેઓએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રના માંગરોળથી લઈને તળાજા સુધીના દરિયાઈ વિસ્તારોમાં ગીરના સિંહ જોવા મળે છે, જે પૈકીના એક પણ સિંહનું મોત કે કોઈ સિંહ ગુમ થયો હોય તેવી ઘટના વાવાઝોડાના સમય દરમિયાન સામે આવી નથી.