જૂનાગઢઃ તાલુકામાં પ્રથમ વરસાદ જાણે સચરાચર પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જૂનાગઢ તાલુકાના ઈવનગર પલાસવા સહિત કેટલાક ગામોમાં ચોમાસા દરમિયાન એકથી લઈને 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેને કારણે ધરા તૃપ્ત થઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઈવનગર પલાસવા સહિત આસપાસના વિસ્તારોમાં આવેલા કૂવાઓમાંથી પાણી છલકીને વહી જતું જોવા મળી રહ્યું હતું.
પ્રથમ વરસાદમાં જૂનાગઢના કુવાઓ છલકાયા - જૂનાગઢમાં વરસાદ
જૂનાગઢ તાલુકાના ગામોમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ 100 ફૂટની ઊંડાઇ ધરાવતા કુવાઓ છલકીને વહી જતા જોવા મળી રહ્યા છે. ગત વર્ષે પણ જૂનાગઢ તાલુકાના ઈવનગર પલાસવા સહિતના આસપાસના વિસ્તારના કુવાઓ આ પ્રમાણે છલકાતા જોવા મળ્યા હતા.
![પ્રથમ વરસાદમાં જૂનાગઢના કુવાઓ છલકાયા ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8090108-928-8090108-1595165430034.jpg)
ગત વર્ષે પણ જૂનાગઢથી મેંદરડાની વચ્ચે આવતા જૂનાગઢ તાલુકાના ઈવનગર પલાસવા અને આસપાસના ગામોના જળસ્તર પ્રથમ વરસાદે જ ઊંચા જોવા મળ્યાં હતા. જેના કારણે 100 ફૂટ સુધીની ઊંડાઈ ધરાવતા કુવાઓ છલકાઈને વહી જતા જોવા મળ્યા હતા. આ પ્રમાણેના દ્રશ્યો આ વર્ષે પણ ઈવનગર પલાસવા સહિતના ગામના કુવાઓમાં જોવા મળી રહ્યા છે. જેથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી છે.
બંધ થયેલી GLDC સરકારી યોજનાનો પ્રગતિશીલ ખેડૂતો પોતાની કોઠાસુઝથી લાભ લઈને વર્ષોથી ખેતી કરી રહ્યા છે, ત્યારે સરકાર ધારે તો આવી યોજનાથી ગામે ગામના તળાવો નવપલ્લિત કરીને પાણીની સમસ્યાને કાયમી ધોરણે ગુજરાત વટો આપવા સમર્થ હોવાનું ખેડૂતો માની રહ્યા છે.