- જૂનાગઢમાં ચોમાસાની ઋતુનો પ્રથમ વરસાદ, ભવનાથ વિસ્તારમાં પડ્યો ધોધમાર વરસાદ
- પ્રથમ વરસાદે જ ગીરી તળેટીમાં આવેલો દામોદર કુંડ છલકાયો
- ગિરનાર અને ભવનાથ વિસ્તારમાં પડેલા વરસાદને કારણે સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ
જૂનાગઢ: જિલ્લામાં ગિરનાર તેમજ ભવનાથ વિસ્તારમાં રવિવારે ચોમાસાની ઋતુનો પ્રથમ વરસાદ (first rain of monsoon season) પડ્યો હતો. વરસાદ પડવાને કારણે ભવનાથ અને ગિરનારનું સ્વરૂપ જાણે કે કુદરત અમીપુર બની હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગિરનાર પર્વત પર ધોધમાર પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ (Rain) પડતાં ગિરનાર પરિક્ષેત્રમાં આવેલી પ્રકૃતિ જાણે કે સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો ઊભા થયા હતા. પ્રથમ વરસાદની મોજ માણવા માટે નગરવાસીઓ પણ ભવનાથ તરફ જતાં જોવા મળ્યા હતા. જૂનાગઢ શહેરની સરખામણીએ ભવનાથ અને ગિરનાર વિસ્તારમાં વરસાદ (rain) નું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે, ત્યારે લોકોએ ચોમાસાના આ પહેલા વરસાદ (rain) ને વધાવવા અને પ્રકૃતિને માણવા માટે ભવનાથની રાહ પકડી હતી.
ભવનાથમાં પડ્યો ધોધમાર વરસાદ આ પણ વાંચો: હૈદરાબાદમાં મેઘરાજાની મહેર, અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકો પરેશાન
ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદે જ દામોદર કુંડ છલકાયો
જૂનાગઢમાં ચોમાસાની ઋતુનો આ પ્રથમ વરસાદ (first rain of monsoon season) હતો. વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા જૂનાગઢવાસીઓની સાથે ગિરનાર પર્વત અને ભવનાથ તળેટી પણ જાણે કે પ્રથમ વરસાદથી નવપલ્લિત બનતી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. જૂનાગઢ શહેરની સરખામણીએ ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે પ્રથમ વરસાદ (rain) માં જ ગીરી તળેટીમાં આવેલો પવિત્ર દામોદર કુંડ પણ છલકીને વહી જતો જોવા મળ્યો હતો. તો બીજી તરફ ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદને પગલે નદીના પ્રવાહની માફક ધસમસતા ઝરણાઓ પણ વહેતાં જોવા મળ્યા હતા. આ પ્રકારના દ્રશ્યો આ વર્ષે ચોમાસાની ઋતુ (monsoon season) માં પ્રથમ વખત જોવા મળ્યા હતા.
ભવનાથમાં પડ્યો ધોધમાર વરસાદ આ પણ વાંચો: Dang Rain: જિલ્લામાં વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ
મનને ખુબ જ શાંતિ પહોંચાડનારા દ્રશ્યો જોવા મળ્યા
ભવનાથ વિસ્તારમાં પડેલા પાંચ ઈંચ કરતાં વધુ વરસાદને કારણે ભવનાથમાં આવેલો પવિત્ર દામોદર કુંડ છલકાયો હતો. પ્રથમ વરસાદમાં જ દામોદર કુંડ છલકાયો હોય તેવા દ્રશ્યો મનને ખુબ જ શાંતિ પહોંચાડનારા જોવા મળ્યા હતા. પાછલા એક મહિનાથી લોકો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા, ત્યારે કુદરતના વરસેલા પ્રથમ હેતે જાણે કે જૂનાગઢવાસીઓની ચિંતા બે-પાંચ કલાકમાં દૂર કરી દીધી હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. લોકોની ચિંતા દૂર થતાંની સાથે જ જાણે કે વરસાદી પાણીથી પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
ભવનાથમાં પડ્યો ધોધમાર વરસાદ