ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ જૂનાગઢમાં નોંધાયો

કોરોના સંક્રમણની વચ્ચે રાજ્યમાં બર્ડ ફલૂનો પણ કેસ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં રાજ્યનો બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો છે. જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલા ડેમ વિસ્તારમાં આજથી ચાર પાંચ દિવસ પહેલા 53 જેટલા પક્ષીના શંકાસ્પદ મોત થયા હતા. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને પશુપાલન વિભાગે 53 પૈકીના ચાર પક્ષીઓના મૃતદેહને વધુ તપાસ અર્થે મધ્યપ્રદેશ મોકલ્યા હતા. પૈકી એક પક્ષીનો બર્ડ ફ્લૂનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

જૂનાગઢ
જૂનાગઢ

By

Published : Jan 8, 2021, 8:14 PM IST

  • રાજ્યમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ જૂનાગઢમાં નોંધાયો
  • થોડા દિવસ પહેલાં 53 પક્ષીના થયા હતા શંકાસ્પદ મોત
  • 4 પક્ષીના મૃતદેહને વધુ તપાસ અર્થે મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા હતા

જૂનાગઢ: કોરોના સંક્રમણની વચ્ચે રાજ્યમાં બર્ડ ફલૂનો પણ કેસ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં રાજ્યનો બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો છે. જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલા ડેમ વિસ્તારમાં આજથી ચાર પાંચ દિવસ પહેલા 53 જેટલા પક્ષીના શંકાસ્પદ મોત થયા હતા. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને પશુપાલન વિભાગે 53 પૈકીના ચાર પક્ષીઓના મૃતદેહને વધુ તપાસ અર્થે મધ્યપ્રદેશ મોકલ્યા હતા. પૈકી એક પક્ષીનો બર્ડ ફ્લૂનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

રાજ્યમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ જૂનાગઢમાં નોંધાયો

માણાવદરમાં મૃતક પક્ષીમાં જોવા મળ્યાં શંકાસ્પદ લક્ષણો

આજથી ચાર દિવસ અગાઉ જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકમાં ખારા ડેમ વિસ્તારમાં 53 જેટલા પક્ષીઓ શંકાસ્પદ હાલતમાં મૃત જોવા મળ્યા હતા. જેને લઇને વનવિભાગ અને પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા મૃતદેહનો કબજો લઈને વધુ તપાસ અર્થે જૂનાગઢ ખસેડ્યા હતા. પરંતુ કોઈપણ પ્રકારની નિષ્કાળજી ન થાય તેનું ધ્યાન રાખીને મૃતક 53 પક્ષીઓ પૈકીના શંકાસ્પદ જણાતા ચાર પક્ષીઓના મૃતદેહ વધુ પરીક્ષણ માટે મધ્યપ્રદેશ મોકલાયા હતા. જ્યાં ચાર પૈકીના એક પક્ષીનો બર્ડ ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતા રાજ્યમાં બર્ડ ફ્લૂનો પ્રથમ પોઝિટિવ કેસ જૂનાગઢમાં જોવા મળ્યો છે.

કોરોના સંક્રમણની વચ્ચે રાજ્યમાં બર્ડ ફ્લૂનો પણ પગપેસારો

એક તરફ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ જિલ્લામાં રાજ્યનો પ્રથમ બર્ડ ફ્લૂનો ટેસ્ટ પોઝિટિવ આવતા જિલ્લાની સાથે રાજ્યમાં પણ ખળભળાટ મચી ગયો છે. જે પક્ષીના મૃતદેહ થોડા દિવસ અગાઉ બાંટવા ખારો ડેમ વિસ્તારમાંથી મળી આવ્યા હતા જેના તબીબી પરિક્ષણ બાદ આજે એક પક્ષીમાં શંકાસ્પદ બર્ડ ફ્લૂના લક્ષણો જોવા મળતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details