જૂનાગઢ: શહેરમાં પ્રાચીન પરંપરા મુજબ હોળીના દિવસે વાલમ બાપાની અંતિમયાત્રા કાઢીને વ્યસનમુક્તિનો સંદેશો સમગ્ર દેશ અને દુનિયાને આપવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને વાલમ બાપાની અંતિમ યાત્રામાં ભાગ લે છે અને વ્યસન મુક્તિનો સંદેશો પણ ફેલાવે છે.
જૂનાગઢમાં બેન્ડવાજા અને ઢોલ-નગારા સાથે વાલમ બાપાની અંતિમયાત્રા - જૂનાગઢમાં અંતિમયાત્રા
હોળીના તહેવારને દિવસે બાલમ બાપાનું વ્યસનને કારણે અવસાન થતાં તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં લોકો બેન્ડવાજા, ઢોલ-નગારા અને ડીજેના તાલ સાથે જોડાયા હતા.
હોળીનો તહેવાર નિમિત્તે સમગ્ર દેશમાં એકમાત્ર જૂનાગઢ શહેરમાં વાલમ બાપાની અંતિમયાત્રા કાઢવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. જૂનાગઢની પ્રાચીન પરંપરાઓ મુજબ હોળીના દિવસે વાલમ બાપા નામના વ્યક્તિનું મૃત્યુ વ્યસનના કારણે થયું હતું. જેથી વર્ષોથી અહીંયા હોળીના દિવસે અંતિમયાત્રા કાઢવામાં આવે છે. આ યાત્રા નાચતા-ગાજતા રમૂજ વાતાવરણમાં કાઢવામાં આવે છે. જેથી વ્યસન મુક્તિનો સંદેશો લોકોમાં ફેલાઇ છે.
સોમવારે કાઢવામાં આવેલી આ યાત્રામાં યુવાનો, બાળકો અને મહીલાએઓ ભાલ લઇને વ્યસનમુક્તિનો અનોખો સંદેશો ફેલાવ્યો હતો. આ અંતિમયાત્રામાં વ્યસનના પ્રતીકરૂપે બીડી, તમાકુ અને દારૂને પણ સાથે રાખવામાં આવે છે અને વ્યસનમુક્તિનો સંદેશો ફેલાવવામાં આવે છે.