ગુજરાત

gujarat

ETV Bharat / city

ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાયો શીતળા સાતમનો તહેવાર

આજે શીતળા સાતમનો તહેવાર ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવી રહ્યો છે. આદિ અનાદિ કાળથી શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ હિન્દુ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે. તે મુજબ આજે મહિલાઓ દ્વારા શીતળા માતાની ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી અને તેમના પરિવાર શીતળા માતા સદાય કૃપા દ્રષ્ટિ બનાવી રાખે તેવી પ્રાર્થના કરી હતી.

શીતળા સાતમનો તહેવાર
શીતળા સાતમનો તહેવાર

By

Published : Aug 29, 2021, 12:32 PM IST

  • આજે શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમનો તહેવાર મનાવવામાં આવે છે
  • મહિલાઓએ ધાર્મિક આસ્થા સાથે શીતળા માતાની પૂજા કરીને મનાવ્યો સાતમનો તહેવાર
  • આદિ અનાદિ કાળથી મહિલાઓ વિધિ વિધાન સાથે કરી રહી છે શીતળા માતાની પૂજા

જૂનાગઢ- શ્રાવણ સુદ સાતમ એટલે કે આજે શીતળા સાતમનો તહેવાર શ્રદ્ધા અને ધાર્મિક આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે. હિન્દુ ધર્મગ્રંથોમાં પણ શીતળા સાતમનું વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે. આજના દિવસે મહિલાઓ ઉપવાસ કરીને માતાજીની પૂજા કરતી હોય છે. એક દિવસ અગાઉ ઘરમાં બનાવેલો પ્રસાદ આજે માતાજીને અર્પણ કરીને મહિલાઓ ઉપવાસ કરીને તેમના પરિવાર પર શીતળા માતાની કૃપા સદેવ બની રહે તે માટે આજના તહેવારને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરતી હોય છે.

શીતળા સાતમનો તહેવાર

આ પણ વાંચો-શીતળા સાતમના દિવસે આ રીતે કરો પુજા, પરિવારમાં રહેશે સુખ-શાંતિ

વર્ષો પહેલા શીતળા નામના રોગે પણ સમગ્ર વિશ્વમાં મહામારીનું રૂપ ધારણ કર્યું હતું

એવું કહેવાય છે કે, વર્ષો પહેલા શીતળા નામના રોગે પણ સમગ્ર વિશ્વમાં મહામારીનું રૂપ ધારણ કર્યું હતું, ત્યારે ભારતમાં હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ શીતળા માતાનું પૂજન કરવામાં આવતું હતું અને તેના કારણે જ શીતળા નામના રોગથી કેટલાય બાળકો સ્વસ્થ થયા છે. જેના કારણે શીતળા સાતમના દિવસે મહિલાઓ દ્વારા માતાજીનું વિશેષ પૂજન કરવામાં આવતું હતું. જે આજ દિન સુધી પણ થતું આવતું જોવા મળી રહ્યું છે.

ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાયો શીતળા સાતમનો તહેવાર

આ પણ વાંચો- જાણો, શીતળા સાતમનું વ્રત અને મહત્વ

શીતળાનો રોગ સમગ્ર વિશ્વમાંથી નાબુદ થઈ ગયો છે

હાલ શીતળાનો રોગ સમગ્ર વિશ્વમાંથી નાબુદ થઈ ગયો છે, તેમ છતાં આપણી હિન્દુ ધાર્મિક માન્યતા પરંપરા અને આસ્થા સાથે આજે પણ શીતળા સાતમના દિવસે મહિલાઓ માતાજીનું પૂજન કરીને તેમના પરિવારની રક્ષા થાય તે માટે શીતળા સાતમનો તહેવાર ઉજવતી હોય છે.

ABOUT THE AUTHOR

...view details