- પ્રત્યેક શિવાલયમાં મહાદેવનો સમગ્ર પરિવાર આપી રહ્યો છે દર્શન
- સનાતન હિન્દુ ધર્મમાં એક માત્ર મહાદેવ જ સમગ્ર પરિવાર સાથે શિવાલયમાં થયા છે બિરાજમાન
- શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો મહાદેવની સાથે તેમના સમગ્ર પરિવારના દર્શન કરી બને છે ભાવવિભોર
જૂનાગઢ: દેવાધિદેવ મહાદેવ (Mahadev) તેમના સમગ્ર પરિવાર સાથે દેશના પ્રત્યેક શિવાલયો (Shivalaya) માં દર્શન આપી રહ્યા છે. મહાદેવ એકમાત્ર એવા દેવ છે કે જે માતા પાર્વતી અને પોતાના સમગ્ર પરિવાર સાથે પ્રત્યેક શિવાલય (Shivalaya) માં દર્શન આપી રહ્યા છે. મહાદેવ (Mahadev) ને દેવોના દેવ તરીકે હિન્દુ સનાતન ધર્મ (Hinduism) માં પૂજવામાં આવે છે. દેવોના દેવ મહાદેવનો સામાજિક એકતાને લઈને જે ધાર્મિક સંદેશ આપવામાં આવ્યો છે તે પ્રત્યેક વ્યક્તિના અને ખાસ કરીને સમાજ જીવન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ રહ્યો છે. મહાદેવની ભગવાન તરીકે આદી અનાદીકાળથી પૂજા થતી આવી છે પરંતુ મહાદેવ તેમના પ્રત્યેક શિવ ભક્તોને ધાર્મિકતાની સાથે પારિવારિક જવાબદારી અને ભાવનાઓનું વહન કરવાનું પણ સૂચન કરી જાય છે.
આ પણ વાંચો: ભગવાન શિવની 12 જ્યોતિર્લિંગ, જેમની દ્રષ્ટિ માત્રથી તમામ તકલીફો થશે દૂર