- ઉની કપડાના માર્કેટ પર પણ જોવા મળી કોરોના સંક્રમણ ની અસર
- કોરોના સંક્રમણ ની અસર ગરમ કપડાં પર પણ જોવા મળી રહી છે
- ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૪૦ ટકા ખરીદીનો જોવા મળ્યો અભાવ
- મંદીનો માહોલ જેને કારણે ઉની કપડા ના વેપારીઓ માં જોવા મળી રહી છે ચિંતા
જૂનાગઢ :ઉની કપડાના માર્કેટ ઉપર કોરોના સંક્રમણ બાદ લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો જોવા મળતાં જૂનાગઢની ગરમ કપડા અને સ્વેટરની બજારોમાં ગ્રાહકો કપડાની ખરીદી માટે નિરુત્સાહ દર્ષાવી રહ્યા છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉની કપડાના વેચાણમાં ૪૦ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે જેને કારણે વેપારીઓ ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે
શિયાળો હજી તેની અસલી ઠંડક બતાવવાથી જૂનાગઢમાં થોડો દૂર જોવા મળી રહ્યો છે પરંતુ શિયાળામાં ગરમ કપડાંની પારંપરિક બજારોમાં હવે કોરોના સંક્રમણને કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે આવી પરિસ્થિતિમાં વેપારીઓ પણ ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે જે પ્રકારે કોરોના સંક્રમણ બાદ લોકોની રોજગારી અને આવકમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે જેને કારણે લોકોની ખરીદ શક્તિ ઘટતા જૂનાગઢમાં વર્ષોથી પર પ્રાંતીય ઉની અને ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડા નું વેચાણ કરવા માટે આવતા વેપારીઓ ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે
ગત વર્ષની સરખામણીએ બજાર ભાવોમાં નહિવત વધારો તેમ છતાં ખરીદીમાં ૪૦ ટકા કરતાં વધુનો ઘટાડો
વાત ગત વર્ષની સરખામણીએ આ વર્ષના ઉની અને ઠંડીથી રક્ષણ આપે તેવા ગરમ કપડા ના બજાર ભાવો ની કરીએ તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજાર ભાવોમાં કોઈ વિશેષ અને ખાસ કહી શકાય તેવો વધારો જોવા મળ્યો નથી પરંતુ કોરોના સંક્રમણને કારણે લોકોની રોજગારી પર વિપરિત અસરો પડી રહી છે જેને કારણે બજાર ભાવ નહીં વધ્યા હોવા છતાં પણ ખરીદદારી માં ૪૦ ટકા કરતાં વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે જેને કારણે ઉની અને ગરમ કપડાનું વહેચાણ કરતા પરપ્રાંતિય વેપારીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે ખરીદારી નહીં હોવા પાછળ નો બીજું એક કારણ શિયાળાની જમાવટ હજુ સુધી જૂનાગઢ શહેર અને જિલ્લામાં થતી જોવા મળતી નથી તેને પણ માની શકાય તેમ છે કે જેમ જેમ શિયાળો તેની અસલી ગુલાબી રંગત બતાવશે તેવા સમયે ગરમ અને ઉની કપડાની ખરીદી માં ઉછાળો જોવા મળશે તેવી શક્યતાને પણ આજના દિવસે નકારી શકાય તેમ નથી
જૂનાગઢમાં ઉની કપડાંના વેચાણમાં જોવા મળ્યો ૪૦ ટકા સુધીનો ઘટાડો - coronanews
ઉની કપડાના માર્કેટ ઉપર કોરોના સંક્રમણ બાદ લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો જોવા મળતાં જૂનાગઢની ગરમ કપડા અને સ્વેટરની બજારોમાં ગ્રાહકો કપડાની ખરીદી માટે નિરુત્સાહ દર્ષાવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉની કપડાના વેચાણમાં ૪૦ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને કારણે વેપારીઓ ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે
જૂનાગઢમાં ઉની કપડાંના વેચાણમાં જોવા મળ્યો ૪૦ ટકા સુધીનો ઘટાડો
હદ્ય
Last Updated : Dec 23, 2020, 12:42 PM IST