જૂનાગઢ: ગરવા ગઢ ગિરનાર પર બિરાજતા માઁ અંબાનો આજે પ્રાગટ્ય દિવસ (The day of manifestation Mata Amba) છે. 52 શક્તિપીઠ પૈકી ગિરનાર પર્વત પર આવેલા શક્તિપીઠને ઉદયન શક્તિપીઠ (Udayan Shakti Peeth) તરીકે હિન્દુ ધર્મમાં પૂજવામાં આવે છે.
ગિરનાર પર્વત પર બિરાજતા માઁ અંબાનો પોષી પૂનમના દિવસે ઉજવાય છે પ્રાગટ્ય દિવસ માઁ અંબાના પ્રાગટ્ય દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું
આદી અનાદીકાળથી ગિરનાર પર્વત પર બિરાજતા માઁ અંબાના પ્રાગટ્ય દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચંડીપાઠ હોમાત્મક યજ્ઞ અભિષેક ધ્વજારોહણ અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન પણ ગિરનારની ટોચ પર બિરાજતા માઁ અંબાજીના મંદિરે કરવામાં આવ્યું છે. માતાજીની 52 શક્તિપીઠ પૈકીની ગિરનાર પર્વત પર આવેલી શક્તિપીઠને ઉદયન શક્તિપીઠ તરીકે હિન્દુ ધર્મગ્રંથોમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં માતાજીના ઉદરનો ભાગ પડ્યો હોવાથી ગિરનારની શક્તિપીઠને ઉદયન શક્તિપીઠ તરીકે હિન્દુ ધર્મમાં પૂજવામાં આવે છે.
મહાઆરતી સાથે માતાજીના મહાપ્રસાદનું પણ આયોજન કરાયું
સોરઠના પ્રભાસક્ષેત્ર એવા ગરવા ગિરનારની ટોચ પર બિરાજમાન માના પ્રાગટ્ય દિવસ માઈભક્તોની હાજરી માતાજીને શણગાર સાથે ગંગાજળ અને દૂધથી માતાજીનું અભિષેક કરવાની સાથે મંદિરમાં શિખર પર ધ્વજારોહણ બાદ મહાઆરતી સાથે માતાજીના મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. જે ભાવિ ભક્તોનાં અર્પણ કરવામાં આવશે.
ગિરનાર પરની શક્તિપીઠનો ઉદયન શક્તિપીઠ તરીકે હિન્દુ ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ
પુરાણ કથામાં ઉલ્લેખ થયા મુજબ પ્રજાપતિ રાજા દક્ષે બૃહ્સ્યતિષ્ઠ નામના એક મહાયજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં પ્રજાપતિ દક્ષ રાજાએ બધા દેવી-દેવતાઓને આમંત્રિત કર્યા હતા પરંતુ તેમના જમાઈ શિવને આમંત્રણ ન આપતા સતી પાર્વતીને શિવની આજ્ઞા ન હોવા છતાં પાર્વતીજી લગ્નમાં પહોંચી ગયા અને પિતા દ્વારા તેમના પતિની નિંદા સહન ન થતાં પાર્વતીજીએ યજ્ઞકુંડમાં પડી જઈને પોતાનો દેહ ત્યજી દીધો હતો. જે બાદ ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે પાર્વતીજીના નિષ્પ્રાણ દેહના 52 ટુકડા કરીને તેને પૃથ્વી પર વિસર્જિત કર્યા હતા આ ટુકડા જે સ્થળ પર પડ્યા હતા ત્યાં માતાજીની શક્તિપીઠો નિર્માણ પામી હતી. આ પૈકી એક ટુકડો ગિરનાર પર્વત પર પડ્યો હતો, ત્યારથી ગિરનાર પર્વત પર અંબાજી માતાની શક્તિપીઠ તરીકે આદી અનાદીકાળથી પૂજા થતી આવે છે.
આ પણ વાંચો: પાટીદારોને OBCમાં સ્થાન અપાવવા માટે સરકારને કરશું ભલામણ : રામદાસ આઠવલે
આ પણ વાંચો: Horoscope for the Day 17 JANUARY : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ