જૂનાગઢઃ આજના દિવસની સમગ્ર રાષ્ટ્રમાં શિક્ષકદિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂનાગઢની સ્વામિનારાયણ ગુરુકુળે જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં જૂનાગઢના મેયર, કલેક્ટર, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શિક્ષકોને પારિતોષિક અને એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા.
જૂનાગઢ જિલ્લાના 6 જેટલા શિક્ષકોએ શિક્ષણ કાર્યની સાથે વિદ્યાર્થીઓને અન્ય પ્રવૃતિઓમાં રસ દાખવતા કર્યા છે. જે બદલ આ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભાટ પ્રાથમિક શાળાના શિક્ષક નરેશ શુક્લ, બરવાડા માધ્યમિક શાળાના શિક્ષક મગન શેલડીયા, ઢોળવા પ્રાથમિક શાળાના શિક્ષક દિલીપ મકવાણા, ઉમરાળી પ્રાથમિક શાળાના શિક્ષક અમિત વાછાણી, વિસણવેલ પ્રાથમિક શાળાના શિક્ષક પરેશગીરી મેઘનાથી અને ભાટ સીમરોલી પ્રાથમિક શાળાના શિક્ષક તેજશી મહેતા સામેલ છે.
આ પણ વાંચોઃહેપી ટીચર્સ ડે: 1957માં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન બન્યા હતા જામનગરના મહેમાન
આજે વિશ્વ વિભૂતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. આ દિવસને શિક્ષક દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. વર્ષ 1957માં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જામનગરના મહેમાન બન્યા હતા.
આ પણ વાંચોઃશિક્ષકદિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્યપાલના હસ્તે એવોર્ડ એનાયત