- જુનાગઢ યાર્ડના સત્તાધીશોએ હરાજી બંધ રાખવાનો કર્યો નિર્ણય
- ઉનાળું જણસોની વિપુલ પ્રમાણમાં આવક તેમજ ચોમાસાની સીઝનને ધ્યાને રાખીને કરાયો નિર્ણય
- આગામી દિવસોમાં ખરીદ કરાયેલી કૃષિ જણસોના નિકાલ બાદ જાહેર હરાજી શરૂ થાય તેવી શક્યતા
જૂનાગઢઃઆજથી જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તમામ પ્રકારની કૃષિ જણસોની જાહેર હરાજી આગામી નવો નિર્ણય ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃરાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 75 હજાર મણ કપાસની આવક, હરાજી બંધ
કૃષિ જણસોની ખૂબ મોટા પ્રમાણમાં આવક થવા પામી હતી
ઉનાળા દરમિયાન તલ, મગ, અડદ, સોયાબીન જેવી કૃષિ જણસોની ખૂબ મોટા પ્રમાણમાં આવક થવા પામી હતી. જેની ખરીદી પણ ખૂબ જ થાય છે, આવા સમયે નવી કૃષિ જણસોને રાખવાની જગ્યા ખૂટી પડતા હંગામી ધોરણે તમામ પ્રકારની કૃષિ જણસોની લે-વેચ અને જાહેર હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કૃષિ જણસોના ભરાવા તેમજ ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને આજથી APMCમાં બંધ કરવામાં આવી હરાજી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને કરાયો નિર્ણય
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખરીદ કરવામાં આવેલી કૃષિ જણસોને રાખવા માટેના મોટા ભાગના શેડ શિયાળુ અને ઉનાળુ કૃષિ જણસોથી ભરેલા જોવા મળી રહ્યા છે તેમજ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને યાર્ડને ખાલી કરવાની દિશામાં સત્તાધીશો દ્વારા જાહેર હરાજી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
કૃષિ જણસોના ભરાવા તેમજ ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને આજથી APMCમાં બંધ કરવામાં આવી હરાજી ખરીદ કરાયેલી કૃષિ જણસો વેપારીઓ દ્વારા અન્ય જગ્યાએ મોકલવાની કાર્યવાહી શરૂ કરાઇ
જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સચિવ પી.એસ.ગજેરા સાથે થયેલી ટેલિફોનિક વાતચીત મુજબ, ખરીદ કરાયેલી કૃષિ જણસો વેપારીઓ દ્વારા અન્ય જગ્યાએ મોકલી આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેને લઇને માર્કેટીંગ યાર્ડના શેડમાં નવી કૃષિ જણસોને રાખવા માટેની જગ્યાઓ ઉભી થશે.
આ પણ વાંચોઃમોડાસા માર્કેટ યાર્ડમાં સ્વૈચ્છિક લોકડાઉનના પગલે હરાજી બંધ
હરાજી બંધ રાખવાનો નિર્ણય જૂનાગઢ યાર્ડના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો
નવી કૃષિ જણસોની જાહેર હરાજી શરૂ કરવાનો યોગ્ય નિર્ણય સમય અનુસાર માર્કેટીંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતો અને વેપારીઓના વ્યાપક હિતમાં લેવામાં આવશે. ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં તમામ પ્રકારની કૃષિ જણસોની ખરીદી, લે-વેચ અને જાહેર હરાજી બંધ રાખવાનો નિર્ણય જૂનાગઢ યાર્ડના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે.