- બંગાળના અખાતમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ
- જૂનાગઢ શહેર સહિત માળિયા માંગરોળ અને ભેંસાણ પંથકમાં મંગળવારની રાત્રિથી ધીમીધારે વરસાદનું આગમન
- વરસાદની કાગડોળે રાહ જોવાઇ રહી હતી તેવા સમયે પડેલા વરસાદને કારણે ચોમાસુ પાકોને મળશે જીવતદાન
જૂનાગઢઃ બંગાળના અખાત પર સર્જાયેલા હવાના નીચા દબાણને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે ત્યારે મંગળવારે રાતથી જ જૂનાગઢ શહેર અને માળિયા, માંગરોળ, ભેંસાણ સહિત અનેક તાલુકામાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. તો માળિયા પંથકમાં લાડુડી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા કેટલાક માર્ગો બંધ થયા છે. આને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને પગલે ચોમાસુ પાકોને નવું જીવતદાન મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃવેધર વોચ બેઠક: આજે ખુબ સારો વરસાદ પડ્યો, આગામી 5 દિવસ સુધી વરસાદની શક્યતા
કાગડોળે રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ બંગાળના અખાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનીને આગળ વધી રહી છે, જેની અસર નીચે જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ગઈકાલ રાત્રિના સમયે જૂનાગઢ શહેર અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં માગરોળ, માળિયા, ભેંસાણ તાલુકામા મધ્યમ તો અન્ય તાલુકાઓમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે, જેની કાગડોળે રાહ જોવાતી હતી તેવા મેઘરાજા ધીમી ધારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસી રહ્યા છે. આને કારણે જગતનો તાત ખુશખુશાલ બની રહ્યો છે. બીજી તરફ વરસાદ પડવાને કારણે ચોમાસુ પાકને પણ નવજીવન મળે તેવા ઉજળા સંજોગો પણ સર્જાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃઉમરગામમાં 10 ઇંચ વરસાદ થતાં અસરગ્રસ્ત વિસ્તારોની કલેક્ટરે મુલાકાત લઇ સ્થાનિક પ્રશાસનને જરૂરી સૂચનો કર્યાં
લાંબા સમય બાદ મેઘરાજાએ જૂનાગઢ પર ધીમી ધારે વરસાવી કૃપાદ્રષ્ટિ
છેલ્લા 2 મહિનાથી મેઘરાજાની સમગ્ર જિલ્લામાં કાગડોળે રાહ જોવાઈ રહી હતી. આવી પરિસ્થિતિમાં મેઘરાજા હાથતાળી આપીને છટકી જતા હતા, જેના કારણે લોકોની ચિંતામાં ખૂબ વધારો થયો હતો, પરંતુ હવે જ્યારે ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેને કારણે જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણનું સર્જન થયું છે. આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે ત્યારે પાછલા 8 દિવસથી કૃપાદ્રષ્ટિ વરસાવી રહેલા મેઘરાજા પર જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં સારો વરસાદની આગાહી કરી છે. આથી ચોમાસુ પાકને નવજીવન મળશે જે ખેડૂતોને ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે.