ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢના અવધુત આશ્રમમાં આહીર સમાજ દ્વારા પ્રતિક ઉપવાસ - અવધુત આશ્રમમાં આહીર સમાજ દ્વારા ઉપવાસ

કથાકાર મોરારીબાપુ પર થયેલા હુમલાના સંભવિત પ્રયાસના કારણે જૂનાગઢ આહીર સમાજે અવધુત આશ્રમમાં પ્રતિક ઉપવાસ કર્યા છે. ઉપવાસ સાથે આહીર સમાજે દ્વારકા બેઠકના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સામે કાયદાકીય પગલા લેવાની માગ કરી છે.

ETV BHARAT
જૂનાગઢના અવધુત આશ્રમમાં આહીર સમાજ દ્વારા પ્રતિક ઉપવાસ

By

Published : Jun 26, 2020, 5:42 PM IST

જૂનાગઢઃ થોડા દિવસ અગાઉ દ્વારરકામાં કથાકાર મોરારીબાપુ પર દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાનો સંભવિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી પૂર્વ પબુભા માણેક સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગ સાથે જૂનાગઢ આહીર સમાજે પ્રતીક ઉપવાસ કર્યા હતા. આ ઉપવાસ દરમિયાન આહીર સમાજે સંભવિત હુમલાના પ્રયાસને વખોડ્યો હતો.

જૂનાગઢના અવધુત આશ્રમમાં આહીર સમાજ દ્વારા પ્રતિક ઉપવાસ

અવધુત આશ્રમમાં આહીર સમાજ દ્વારા પ્રતિક ઉપવાસ

  • પબુભા માણેક વિરુધ કાયદાકીય કાર્યવાહી કરવા કર્યો ઉપવાસ
  • પબુભા માણેકે કથાકાર મોરારીબાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો
  • મોરારીબાપુ ભગવાન કૃષ્ણની માફી માગવા ગયા હતા દ્વારકા
  • હુમલાના પ્રયાસ બાદથી સમગ્ર રાજ્યનો આહીર સમાજ પૂર્વ ધારાસભ્યની ટીકા કરી રહ્યો છે

ઉલ્લેખનીય છે કે, પબુભા માણેકને સજા અપાવવા માટે ઉપલેટામાં એક યુવાન ગત કેટલાક દિવસોથી ઉપવાસ આંદોલન કરી રહ્યો છે. જેથી આ યુવાનને નૈતિક મનોબળ મળી રહે તેના ભાગરૂપે જૂનાગઢ આહીર સમાજે ભવનાથમાં આવેલા અવધુત આશ્રમમાં પ્રતિક ઉપવાસ અને ધરણાં કરી ઉપલેટાના આહીર યુવાનને સમર્થન પણ આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details