- ખાનગી કોન્ટ્રાક્ટરો સફાઇ કર્મીઓનું શોષણ કરી રહ્યા હોવાનો આક્ષેપ
- શોષણના વિરોધમાં સફાઇ કર્મીઓ ઉતર્યા હડતાળ પર
- મનપા દ્વારા ખાનગી કંપની એક વર્ષનો સફાઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે
જૂનાગઢઃ મહાનગરપાલિકા વિસ્તારમાં સફાઈને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી ખાનગી કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે, જે મુજબ કોઈ એક કંપનીને જૂનાગઢ મનપા દ્વારા એક વર્ષનો સફાઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે મુજબ જૂનાગઢમાં પ્રત્યેક ઘરેથી કચરો એકત્ર કરવાની પદ્ધતિ અમલમાં મુકવામાં આવી છે. જેમાં ઘણા ખાનગી સફાઇ કર્મીઓ જોડાયા છે અને વહેલી સવારે પ્રત્યેક ઘરમાંથી કચરો એકત્ર કરીને ડમ્પિંગ સાઇટ સુધી મોકલી આપીને જૂનાગઢને સ્વચ્છ રાખવામાં મદદગાર બની રહ્યા છે, ત્યારે સફાઈ કામ સાથે જોડાયેલા ખાનગી કર્મચારીઓનું શોષણ કોન્ટ્રાક્ટર દ્વારા થતું હોવાને કારણે કેટલાક કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે.
આ પણ વાંચોઃ પોરબંદરના છાયા વિસ્તારના 50થી વધુ સફાઈ કર્મચારીઓને પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા
નક્કી થયેલું મહેનતાણું પ્રત્યેક સફાઈકર્મીને આપતા નથી
ખાનગી કોન્ટ્રાક્ટરો કચરો એકત્ર કરવા માટે રોજમદારીથી સફાઈ કર્મચારીઓને કામ પર રાખ્યા છે. આ કર્મચારીઓએ ખાનગી કોન્ટ્રાકટર પર આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાક્ટર નિયમ મુજબ અને નક્કી થયેલું મહેનતાણું પ્રત્યેક સફાઈકર્મીને આપતા નથી.