ગુજરાત

gujarat

ETV Bharat / city

National Youth Day 2022 : સ્વામી વિવેકાનંદની જૂનાગઢની મુલાકાત, જાણો શું છે ઇતિહાસ... - Swami Vivekananda Janm Jayanti 2022

આજે યુગપુરુષ સ્વામી વિવેકાનંદની 159મી જન્મ જયંતી (Swami Vivekananda Janm Jayanti 2022) મનાવવામાં આવી રહી છે ત્યારે મહાન રાષ્ટ્રભક્ત સ્વામી વિવેકાનંદ વર્ષ ૧૮૯૨માં જૂનાગઢની મુલાકાતે (Swami Vivekananda visited Junagadh year 1892) આવ્યા હતા.

National Youth Day 2022 : આજે યુગપુરુષ સ્વામી વિવેકાનંદની 159મી જન્મ જયંતી
National Youth Day 2022 : આજે યુગપુરુષ સ્વામી વિવેકાનંદની 159મી જન્મ જયંતી

By

Published : Jan 12, 2022, 8:55 AM IST

Updated : Jan 12, 2022, 11:32 AM IST

જૂનાગઢ: આજે સ્વામી વિવેકાનંદની 159મી જન્મ જયંતી (Swami Vivekananda Janm Jayanti 2022) પ્રસંગે તેમનો જૂનાગઢ પ્રવાસ અને જૂનાગઢમાં આવેલા ધાર્મિક અને આધ્યાત્મિક સ્થાનોની સાથે ગિરનારની તેમની મુલાકાત (Swami Vivekananda visited Junagadh year 1892) આજે પણ જૂનાગઢ માટે અહોભાગ્ય માનવામાં આવે છે.

National Youth Day 2022 : આજે યુગપુરુષ સ્વામી વિવેકાનંદની 159મી જન્મ જયંતી

આજથી ૧૩૦ વર્ષ પૂર્વે સ્વામી વિવેકાનંદે લીધી હતી જૂનાગઢની મુલાકાત

તે સમયના જૂનાગઢના દિવાન હરિદાસ દેસાઇ ને ત્યાં રોકાયા હોવાનું જૂનાગઢના ઈતિહાસમા નોંધાયેલું છે, સ્વામી વિવેકાનંદ જેવા યુગદ્રષ્ટા અને મહા માનવ કોઈ ભૂમિ પર આવે અને ત્યાં આધ્યાત્મની સાથે ધર્મને લગતા વ્યાખ્યાનોમાં સામેલ થાય તે કોઈ પણ ભૂમિ માટે અહોભાગ્ય માનવામાં આવતું હતું આવું અહોભાગ્ય સ્વામી વિવેકાનંદના વર્ષ 1892માં જૂનાગઢમાં (Swami Vivekananda visited Junagadh year 1892) આવ્યા હતા ત્યારે આજે જૂનાગઢ ભાગ્યશાળી બની રહ્યું છે.

National Youth Day 2022 : સ્વામી વિવેકાનંદની જૂનાગઢની મુલાકાત, જાણો શું છે ઇતિહાસ...

વિવેકાનંદે જૂનાગઢની સાથે પોરબંદરની લીધી હતી મુલાકાત

યુગપુરુષ સ્વામી વિવેકાનંદ વર્ષ 1892માં જૂનાગઢની સાથે સોમનાથ અને પોરબંદરની (Vivekananda visited Somnath and Porbandar with Junagadh) મુલાકાત પણ કરી હતી અને તેમની સૌરાષ્ટ્રની આ મુલાકાત દરમિયાન વિવેકાનંદ સૌથી વધારે સમય પોરબંદરમાં (Vivekananda spent most of his time in Porbandar) પસાર કર્યો હતો.

National Youth Day 2022 : સ્વામી વિવેકાનંદની જૂનાગઢની મુલાકાત, જાણો શું છે ઇતિહાસ...

વિવેકાનંદે સોમનાથની લીધી હતી મુલાકાત

વિવેકાનંદ સોમનાથ સમીપે ધ્યાન અને આધ્યાત્મિક દ્વારા રાષ્ટ્રનિર્માણમાં સોમનાથને દ્રઢ મનોબળના પ્રતીક તરીકે ગણાવીને અનેક વખત વિધર્મીઓએ નષ્ટ કરેલું તેમ છતાં દર વખતે નવા જુસ્સા સાથે ઊભું થયેલું સોમનાથનું મંદિર સનાતન હિન્દુ ધર્મમાં માટે પ્રતીક બની રહ્યું છે. તેમજ વિવેકાનંદે ધ્વંસ થયેલા સોમનાથ મંદિર પરીસરમાં ધ્યાન અને ધાર્મિક અધ્યયન કર્યું હતું.

National Youth Day 2022 : સ્વામી વિવેકાનંદની જૂનાગઢની મુલાકાત, જાણો શું છે ઇતિહાસ...

વિવેકાનંદે જૂનાગઢના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની લીધી હતી મુલાકાત

1892માં જૂનાગઢની મુલાકાતે આવેલા સ્વામી વિવેકાનંદ જૂનાગઢના ધાર્મિક અને આધ્યાત્મિક સ્થળોને મુલાકાત કરી હતી. તેઓ જૂનાગઢના કાળવા ચોકમાં આવેલા પ્રકાશ પુરીમાં પ્રથમ ઉતારો કર્યો હોવાનો ઈતિહાસ નોંધાયેલો છે ત્યારબાદ સ્વામી વિવેકાનંદ જૂનાગઢના ગિરનાર પર્વતમાં ધાર્મિક અધ્યયન સાથે રોકાણ કર્યુ હોવાનું પણ માનવામાં આવે છે

સ્વામી વિવેકાનંદ જટાશંકર મહાદેવ મંદિરે ધ્યાન અને અધ્યયન કર્યું હતું

જટાશંકર મહાદેવના પૂજારી પૂર્ણાનંદે જણાવ્યું હતું કે, યુગપુરુષ સ્વામી વિવેકાનંદ જટાશંકર મહાદેવ મંદિર વિસ્તારમાં પણ ધ્યાન અને અધ્યયન કર્યું હતું અને અહીં પણ તેઓ રોકાયા હતા આ સાથે તેમણે અશોક શિલાલેખ ખાપરા કોડિયાની ગુફા પવિત્ર દામોદર કુંડ અને જેતે સમયના જૂનાગઢના દીવાન હરિદાસ દેસાઇને ત્યાં પણ તેઓ રોકાયા હોવાનો ઇતિહાસ જૂનાગઢમાં જોવા મળે છે.

National Youth Day 2022 : સ્વામી વિવેકાનંદની જૂનાગઢની મુલાકાત, જાણો શું છે ઇતિહાસ...

લીમડી, જૂનાગઢ અને પોરબંદરમાં વિશેષ સમય પસાર કર્યો

યુગપુરુષ સ્વામી વિવેકાનંદ તેમના સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન લીમડી, જૂનાગઢ અને પોરબંદરમાં વિશેષ સમય પસાર કર્યો હતો લીમડીથી તેઓ જૂનાગઢ અને પોરબંદર આવ્યા હોવાનું માનવામાં આવે છે જે તે સમયે લીંબડીના મહારાજ યશવંતસિંહ દ્વારા તેમના સૌરાષ્ટ્ર પ્રવાસને લઇને આયોજન કરાયું હતું.

લીબડીનાં મહારાજ યશવંતસિંહજીએ સ્વામીજીને અમેરિકાની મુલાકાત માટે કરી હતી મદદ

ઇતિહાસકારો એવું માની રહ્યા છે કે, સ્વામી વિવેકાનંદની અમેરિકા યાત્રાની સમગ્ર મુલાકાતની જવાબદારી અને તેની પાછળ થયેલા તમામ ખર્ચ મહારાજ યશવંતસિંહ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો તેવું પણ ઇતિહાસમાં નોંધાયેલું છે

National Youth Day 2022 : સ્વામી વિવેકાનંદની જૂનાગઢની મુલાકાત, જાણો શું છે ઇતિહાસ...

સ્વામી વિવેકાનંદે પોરબંદરમાં સૌથી વધારે સમય પસાર કર્યો

યુગપુરુષ સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં સૌથી વધારે સમય પસાર કર્યો હતો જે તે સમયે ભોજેશ્વર ગેસ્ટ હાઉસમાં તેઓ રોકાણ કરતા હતા. આજે આ ગેસ્ટ હાઉસ રામકૃષ્ણ મીશનમાં પરિવર્તિત થઈ ગયેલું છે, ત્યારે વર્ષ 1892માં સ્વામી વિવેકાનંદની જૂનાગઢ મુલાકાતને લઈને આજે સમગ્ર સૌરાષ્ટ્રની ભૂમિ યુગપુરુષના 1892ની આગમનને લઇને આજે પણ ગૌરવવંતો મહેસુસ કરી રહી છે.

આ પણ વાંચો:

સ્વામી વિવેકાનંદ જયંતિ વિશેષ : 'પોતાને નબળા સમજવુ તે સૌથી મોટુ પાપ છે.'

સુરત જિલ્લામાં 3 સ્થાનો પર ભારત માતા અને સ્વામી વિવેકાનંદની મૂર્તિની સ્થાપના કરાઈ

Last Updated : Jan 12, 2022, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details