સુરતશહેરમાં ફરી એક વાર આરોગ્યકર્મીઓ હડતાળ પર ઉતર્યા (Surat Civil Hospital Employees Strike) છે. અહીં નવી સિવિલ હોસ્પિટલના (Surat Civil Hospital) વર્ગ 4ના 400થી કર્મચારીઓએ સુપરિન્ટન્ડન્ટની ઑફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ તેઓ પોતાની પડતર માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત્ રાખવાની ચિમકી આપી છે.
400થી વધુ કર્મીઓનો વિરોધ સુરતમાં સરકારી કર્મચારી હોય કે, બિનસરકારી કર્મચારી પોતપોતાની માગણીને લઈને હડતાળ (Surat Civil Hospital Employees Strike) ઉપર ઉતરી રહ્યા છે. આ જ રીતે આજે સાવરે થીજ નવી સિવિલ હોસ્પિટલના (Surat Civil Hospital) 400થી વધુ ચોથા વર્ગના કર્મચારીઓ હોસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ઑફિસની બહાર તેમની પડતર માગણીઓને લઈને હડતાળ (Surat Civil Hospital Employees Strike) ઉપર ઉતર્યા છે. આ પહેલા આ કર્મચારીઓએ ત્રણ દિવસ પેહલા જ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ અને જિલ્લા કલેક્ટરને (Surat District Collector) તેમની માગણીઓને લઈને રજૂઆત કરી હતી.
માગણી નથી સંતોષાઈ ત્યારે તેમને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ આજે ત્રણ દિવસના 6 દિવસ થઈ ગયા હોવા છતાં હજી સુધી તેમની માગણીઓ સંતોષોમાં આવી નથી. આથી લઈને આજ રોજથી આ તમામ કર્મચારીઓ ચોક્કસ મુદત સુધી હડતાળ (Surat Civil Hospital Employees Strike) ઉપર રહેશે. અમારો પગાર 17000 છે તો અમને 10,000 પગાર આપવામાં આવે છે. બાકીના પૈસા ક્યાં જાય છે.
ખોટું વર્તન થતું હોવાનો આક્ષેપકર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમે આજે હડતાળ ઉપર ઉતર્યા છે. કારણ કે, અમારો પગાર 17000 છે. તો અમને 10,000 પગાર આપવામાં આવે છે. બાકી ના પૈસા ક્યાં જય છે. જેથી આજે અમે બધા એકઠા થઈ ચોક્કસ મુદત સુધી હડતાળ ઉપર ઉતર્યા છે. અમે જે નોકરી કરી રહ્યા છે તે અલગ છે, પરંતુ અમારી સાથે કરવામાં આવતું વર્તન કે ખોટું છે. અમને સરકાર દ્વારા એમ કહેવામાં આવે છે કે, તમારો પગાર 25,000 છે. આ પેહલા સરકાર કહેતી હતી 17000 પગાર છે. તો એ 25000 પગાર ક્યાં છે. અમે લોકો કચરો ઉઠાવીએ છીએ એટલે અમે કચરો નથી. જે લોકો અમને કચરો સમજે છે તે લોકો જ કચરો છે. જે ઘરમાં જમવાનું નથી મળતું તેમને પૂછો ગરીબી શું છે.