ગુજરાત

gujarat

ETV Bharat / city

Sunflower cultivation in Junaghad: જૂનાગઢના ખેડૂતનો અનોખો પ્રયોગ, સૂર્યમુખીની ખેતી કરીને મેળવ્યું સફળ ઉત્પાદન

જૂનાગઢના પ્રગતિશીલ ખેડૂત બાબુ ચોથાણીએ (farmer Junagadh planted sunflower) ખેતી પદ્ધતિ અને પાકની ફેરબદલી કરીને તેમાં સૂર્યમુખીનું વાવેતર કરીને બમ્પર ઉત્પાદન મેળવ્યું છે.

Sunflower cultivation in Junaghad: જૂનાગઢના ખેડૂતનો અનોખો પ્રયોગ, સૂર્યમુખીની ખેતી કરીને મેળવ્યું સફળ ઉત્પાદન
Sunflower cultivation in Junaghad: જૂનાગઢના ખેડૂતનો અનોખો પ્રયોગ, સૂર્યમુખીની ખેતી કરીને મેળવ્યું સફળ ઉત્પાદન

By

Published : Mar 6, 2022, 3:18 PM IST

જૂનાગઢ:જૂનાગઢ જિલ્લામાં મગફળી બાદ કપાસિયાની મુખ્ય તેલીબીયા પાક તરીકે વર્ષોથી ખેતી અને તેનુ ઉત્પાદન થતું રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં જૂનાગઢ (Sunflower cultivation in Junaghad) જિલ્લામાં તેલીબીયા પાક તરીકે મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે, તેની સરખામણીએ ઉત્પાદન પણ અઢળક જોવા મળે છે, પરંતુ આધુનિક ખેતી પદ્ધતિના શોખીન અને ખેતીની દુનિયામાં કંઈક નવું કરવા ઉત્સાહિત બનેલા 62 વર્ષના બાબુ ચોથાણી ઇઝરાયેલથી મંગાવીને સૂર્યમુખીનું (farmer Junagadh planted sunflower) સફળ વાવેતર કર્યું છે.

Sunflower cultivation in Junaghad

આ પણ વાંચો:Ukraine Russia invasion : કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી કહ્યું- "યુક્રેનમાં ફસાયેલા 1320 વિદ્યાર્થીઓને આજે બહાર કાઢવામાં આવશે"

જૂનાગઢમાં આ પ્રકારની ખેતી ભાગ્યે જ જોવા મળે છે

જૂનાગઢ જિલ્લામાં આ પ્રકારની ખેતી ખૂબ ભાગ્ય જોવા મળે છે, પરંતુ વર્તમાન સમયમાં બદલાઈ રહેલી ખેતી પદ્ધતિ અને પાકોની બદલીને કારણે આવા પ્રયોગો ખૂબ સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ જૂનાગઢના બાબુ ચોથાણીએ સફળતાપૂર્વક સૂર્યમુખીનું વાવેતર અને તેનું ઉત્પાદન મેળવીને સિદ્ધ કર્યું છે.

બાબુભાઈ ચોથાણીએ સૂર્યમુખીનું વિપુલ ઉત્પાદન કર્યું

બાબુભાઈ ચોથાણીએ તેમના મિત્ર પાસેથી ઈઝરાઈલથી સૂર્યમુખીના બીજ મંગાવીને (Ordered sunflower seeds from Israel)વાવેતર કર્યું હતું. ખેતી પાકોમાં બદલાવ અને સાથે સાથે સૂર્યમુખીનું વાવેતર થયા બાદ ખેતર જાણે કે સ્વર્ગ સમાન દેખાતા હોય તે પ્રકારનું દ્રશ્ય નજરને પણ ગમી જાય તેવા જોવા મળે છે. આ કારણોથી બાબુભાઈ ચોથાણીએ તેમના 20 વિઘા કરતાં વધુ ખેતરમાં સૂર્યમુખીનું સફળતાપૂર્વક વાવેતર કર્યું છે.

આગામી વર્ષોમાં સૂર્યમુખીની ખેતી અને માંગ વધતી જોવા મળશે

વર્તમાન સમયમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને (Ukraine Russia invasion) કારણે સૂર્યમુખીના તેલના ભાવો પણ પુષ્કળ પ્રમાણમાં વધી (Rising sunflower oil prices) ગયા છે, જેને કારણે આગામી વર્ષોમાં સૂર્યમુખીની ખેતી અને તેની માંગ બજારમાં સતત વધતી (Demand for sunflower in the market) જોવા મળશે. વર્તમાન સમયમાં પ્રતિ 1 કિલો સૂર્યમુખીના બીજ 5૦૦થી 6૦૦ રૂપિયાની કિંમતે વહેંચાઈ રહ્યા છે. આટલો ઊંચો ભાવ કોઈપણ તેલીબીયાનો અત્યાર સુધી જોવા મળતો ન હતો, જેને કારણે ખેડુતોની આર્થિક ક્ષમતામાં પણ વધારો જોવા મળશે.

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ટિકિટ ખરીદીને સ્કૂલના બાળકો સાથે કરી મુસાફરી

ખર્ચની દ્રષ્ટીએ પણ સૂર્યમુખીનો પાઠ ખેડૂતોને ખૂબ સારો

સૂર્યમુખીનો પાક કોઇપણ ખેડૂત આંતરપાક તરીકે લઈ શકે તેટલો સરળ અને ઉપયોગી છે, એક જ ખેતરમાં એક સમયે એકથી વધારે પાક લઈ શકાય એવી વ્યવસ્થા સૂર્યમુખીના પાકમાં જોવા મળે છે. બાબુ ચોથાણીએ આંતરપાક તરીકે સૂર્યમુખીની સાથે ચણાનું પણ વાવેતર કર્યું છે. બાબુભાઈ સૂર્યમુખીના વાવેતર અને તેના ફાયદા વિશે જણાવી રહ્યા છે કે, સૂર્યમુખીના પાકમાં તેમણે એક પણ પૈસાની જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ કર્યો નથી. આંતરપાક તરીકે ચણાના પાકમાં તેમને દવા અને ખાતરની જરૂર ઉભી થઇ હતી, પરંતુ સૂર્યમુખીના પાકમાં એક પણ પૈસાનો ખર્ચ તેમને થયો નથી. ખર્ચની દ્રષ્ટીએ પણ સૂર્યમુખીનો પાઠ ખેડૂતોને ખૂબ સારો અને પરવડે તેવો કહી શકાય છે. ઓછા ખર્ચે થતી ખેતી અને મળતું વિપુલ ઉત્પાદન ખેડૂતોને ખૂબ સારું આર્થિક હૂંડિયામણ સૂર્યમુખીનો પાક આપે છે.

ABOUT THE AUTHOR

...view details