- જૂનાગઢ શહેરમાં અચાનક ધોધમાર વરસાદનું આગમન
- 15 મિનિટ પડેલા વરસાદથી શહેરમાં ઠેર-ઠેર જોવા મળ્યું પાણી
- સખત ઉકળાટ અને ગરમી બાદ 15 મિનિટમાં વરસાદે શહેરમાં પહોંચાડી ઠંડક
જૂનાગઢ:શહેરમાં સાંજના 7:00 કલાકે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને 15 મિનિટ સુધી ધોધમાર વરસાદ વરસી ગયો છે. જે રીતે વરસાદ પડી રહ્યો હતો, તે જોતાં ચોક્કસ કહી શકીએ કે, આ વરસાદ ચોમાસાનો હશે. પરંતુ 15 મિનિટના સમયગાળામાં વાતાવરણમાં પલ્ટો આવવાથી લઈને ધોધમાર વરસાદ પડી જવાની ઘટના પૂર્ણ થઇ અને શહેરમાં ઠેર-ઠેર પાણી જોવા મળ્યું હતું અને ગરમીનું વાતાવરણ પણ જોવા મળતું હતું. ત્યારે માત્ર 15 મિનિટના વરસાદે શહેરમાં ઠંડક પ્રસરાવી દીધી છે.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમની સપાટી 8.5 ફૂટ વધી