ગુજરાત

gujarat

ETV Bharat / city

Somnath Temple Darshan: કોરોના સંક્રમણને લઈને સોમનાથ મંદિરમાં તકેદારીઓનું કરાયું ચુસ્ત પાલન - Somnath Temple Corona Guidelines

સોમનાથ મહાદેવ મંદિરના (Somnath Temple Darshan) દર્શન માટે આવતા ભાવિ ભક્તો માટે કોરોનાના નિયમોનું પાલન થાય (Somnath Temple Corona Guidelines) તે માટે સોમનાથ ટ્રસ્ટે અમલવારી શરૂ કરી છે. મંદિરમાં દર્શન કરતી વખતે રોકાયા વગર મંદિર પરિસરની બહાર નીકળવાનું પ્રત્યેક દર્શનાર્થીઓ માટે ફરજિયાત કરાયું છે. સાથે જ રસીકરણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

sombath temple darshan
sombath temple darshan

By

Published : Jan 8, 2022, 2:30 PM IST

ગીર સોમનાથ: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ (Somnath Temple Darshan) સતત વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ દર્શનાર્થે આવતા ભાવિ ભક્તો માટે કોરોના દિશાનિર્દેશનો અમલ અને તેનું પાલન ચુસ્ત રીતે કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. દર્શનાર્થે આવતા તમામ ભાવી ભક્તો એ સોશિયલ ડિસ્ટન્સની (Somnath Temple Corona Guidelines) સાથે મંદિર પરિસરમાં અચૂક પણે માસ્ક પહેરી રાખવાનું ફરજિયાત કરાયું છે.

કોરોના સંક્રમણને લઈને સોમનાથ મંદિરમાં તકેદારીઓનું કરાયું ચુસ્ત પાલન

રસીકરણ બુથ પણ ઉભું કરવામાં આવ્યું

આ સાથે જ બે દર્શનાર્થીઓની વચ્ચે નિશ્ચિત અંતર રહે તેનું પણ ધ્યાન રાખવાની જવાબદારી દર્શન કરવા આવતા પ્રત્યેક ભાવી ભક્તોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. પ્રત્યેક દર્શનાર્થી કરોના રસીકરણથી સુરક્ષિત બનીને મંદિર પરિસરમાં આવે તે માટે મંદિર પરિસરની એકદમ નજીક રસીકરણ બુથ પણ ઊભું કરવામાં આવ્યું છે. અહીં પણ ભાવી ભક્તોને રસીકરણથી સુરક્ષિત કરવાનો કાર્યક્રમ પણ સોમનાથ ટ્રસ્ટના સહયોગથી ચાલી રહ્યો છે.

મંદિર પરિસરમાં કોઈપણ ભાવિ ભક્ત ઉભા રહીને દર્શન કરી શકશે નહીં

સોમનાથ મહાદેવના દર્શન (somnath temple regarding the transition of corona) કરવા માટે આવતા પ્રત્યેક ભાવિ ભક્ત મંદિરના ગર્ભગૃહમાં ઉભા રહીને દર્શન કરી શકશે નહીં. તે માટે પણ મંદિર પરિસરમાં સુરક્ષા ગાર્ડની સાથે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. દર્શન માટે આવતા પ્રત્યેક ભાવિકે ચાલતાં- ચાલતાં સોમનાથ મહાદેવના દર્શન કરીને મંદિર પરિસરની બહાર નીકળવાનું હોય છે. આ જ પ્રકારની વ્યવસ્થા સોમનાથ મહાદેવના આરતીના પ્રસંગે પણ અમલમાં રાખવામાં આવી છે.

સેનિટાઇઝર મારફતે વાઈરસ મુક્ત કરવાનું કામ પણ સોમનાથ ટ્રસ્ટે અમલમાં મૂક્યું

આરતીના સમયે પણ પૂજારી સિવાય એકપણ વ્યક્તિને મંદિરના ગર્ભગૃહમાં ઊભા રહેવા દેવાની મંજૂરી આપવામાં આવતી નથી. વધુમાં દિવસ દરમિયાન ચાર કરતાં વધુ વખત સમગ્ર મંદિર પરિસરને કે જ્યાં દર્શનાર્થીઓની હાજરી જોવા મળતી હોય છે. તેવા તમામ સ્થળો પર સેનિટાઇઝર મારફતે વાઈરસ મુક્ત કરવાનું કામ પણ સોમનાથ ટ્રસ્ટે અમલમાં મૂક્યું છે.

ટ્રસ્ટના જનરલ મેનેજર અને વિભાગીય પોલીસ વડાએ આપી ગાઈડલાઈનની માહિતી

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર (General Manager of Somnath Trust) વિજયસિંહ ચાવડા અને વિભાગીય પોલીસ અધિક્ષક સોમનાથ સુરક્ષા એમ.ડી.ઉપાધ્યાય કોરોના ગાઈડલાઈનની અમલવારીને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે, દર્શનાર્થીઓની સાથે મંદિર પરિસરના કર્મચારી અને પૂજારીઓ માટે પણ વિશેષ તકેદારી અને સાવચેતી રાખવા માટેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટના પ્રત્યેક કર્મચારીએ ફરજિયાત આખું મોં ઢંકાઈ રહે તે પ્રકારે સીલ્ડ માસ્ક દ્વારા પોતાના મોઢાને કવર કરવાનું રહેશે. સાથે જ સામાજિક અંતરની સાથે જે દિશાનિર્દેશો ભાવિ ભક્તો માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે તે તમામનું ચુસ્ત પાલન સોમનાથ ટ્રસ્ટ ના તમામ કર્મચારી અને પૂજારીઓએ પણ એક સાથે કરવાનું રહેશે.

સોમનાથમાં વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ઓછું હોવાથી દર્શન માટે કોઈ મનાઈ નહીં

વધુમાં આગામી દિવસોમાં રાજ્ય સરકાર જે દિશાનિર્દેશો જાહેર કરશે તે મુજબ મંદિરમાં દર્શનથી લઈને તમામ ગતિવિધિઓ પર સોમનાથ ટ્રસ્ટ અમલ કરશે. હાલ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને સોમનાથ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ઓછું જોવા મળે છે, જેને લઇને ભાવી ભક્તોને મંદિર પરિસરમાં દર્શન કરવા માટેની કોઇ મનાઇ હાલ પુરતી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: Vehicle Thief arrested in Ahmedabad: અમદાવાદમાં છોટા હાથી વાહનને મોડીફાઈડ કરી તેને ભાડે આપતા 2 આરોપીની ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદમાં રક્ષક જ ભક્ષક બન્યો, પોલીસ કોન્સ્ટેબલે બે સગીરને માર્યો ઢોર માર

ABOUT THE AUTHOR

...view details