- જૂનાગઢમાં રાત્રિ કરફ્યૂનો ચુસ્ત અમલ શરૂ
- રાજ્યના 20 મહાનગરોમાં રાત્રિના 8 વાગ્યાથી કરફ્યૂ અમલી
- શહેરની મોટાભાગની વ્યાપારી સંકુલો કરફ્યૂને કારણે બંધ જોવા મળી
જૂનાગઢઃકોરોના સંક્રમણના કારણે રાજ્યના 20 મહાનગરોમાં રાત્રિના 8 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢ શહેરની મોટાભાગની વ્યાપારિક સંકુલો અને બજારો 8 વાગ્યા બાદ બંધ જોવા મળી હતી. એક વર્ષ અગાઉ જનતા કરફ્યૂ બાદ આ પ્રકારનો માહોલ જૂનાગઢ શહેરમાં સતત બીજા વર્ષે થઈ રહ્યો છે. કોરોના સંક્રમણને ખાળવા માટે રાજ્ય સરકારે કરફ્યૂનું હથિયાર ઉઠાવ્યું છે અને તેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.