ગુજરાત

gujarat

By

Published : Aug 13, 2021, 3:30 PM IST

ETV Bharat / city

મુચકુંદ રાજાની વિનંતી સાંભળી ભગવાન શ્રીકૃષ્ણએ કરી નિલકંઠ મહાદેવની સ્થાપના,જાણો શું છે સંપૂર્ણ કથા...

ભગવાન શ્રીકૃષ્ણ અને કાલ યૌવન વચ્ચે થયેલા યુદ્ધ બાદ ભવનાથ નજીક આવેલી મુચકુંદ ગુફામાં રાજા મુચકુંદ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પાસે મહાદેવની સ્થાપના કરાવી હતી. તે મહાદેવ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત હોવાને કારણે મુચકુંદ ગુફામાં બિરાજતા નિલકંઠ મહાદેવ ભાવિ ભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત નિલકંઠ મહાદેવની પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે, જેને કારણે શ્રાવણ મહિનામાં મુચકુંદ ગુફામાં બિરાજતા દેવાધિદેવ નિલકંઠ મહાદેવ શિવ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર છે.

નિલકંઠ મહાદેવ
નિલકંઠ મહાદેવ

  • ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત નિલકંઠ મહાદેવ ભક્તોમાં બની રહ્યા છે આસ્થાનું કેન્દ્ર
  • કાલ યૌવન અને શ્રી કૃષ્ણ વચ્ચે થયેલા યુદ્ધ બાદ મુચકુંદ ગુફામાં કૃષ્ણએ કરી નિલકંઠ મહાદેવની સ્થાપના
  • કાલ યૌવનના ભસ્મ થયા બાદ રાજા મુંચકુદે ભગવાન શ્રીકૃષ્ણ પાસે કરાવી નિલકંઠ મહાદેવની સ્થાપના

જૂનાગઢ: ગીર તળેટીમાં પવિત્ર દામોદર કુંડ પાસે મહાભારત કાળની મુચકુંદ ગુફા આવેલી છે. આ ગુફામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત નિલકંઠમહાદેવ સ્વયંભૂ દર્શન આપી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન નિલકંઠ મહાદેવના દર્શન, અભિષેક અને પુજન કરીને શિવ ભકતો ભાવવિભોર બની જાય છે. મુચકુંદ ગુફામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત નિલકંઠ મહાદેવની ગાથા મહાભારત યુદ્ધના સમયથી પ્રચલિત છે. દેવોના સેનાપતિ મુચકુંદ રાજા યુદ્ધ પૂર્ણ કરીને વિશ્રામ અવસ્થામાં જવાની માગ કરે છે, ત્યારે દેવોએ રાજા મુચકુંદને રેવતાચલ પર્વત એટલે કે, આજના ગીરનાર પર્વત પર વિશ્રામ કરવા માટેની આજ્ઞા ન કરતા રાજા મુચકુંદે અહીં આવેલી ગુફામાં આરામ કરવાની ફરજ પડી હતી. ત્યારથી આ ગુફાને મુચકુંદ ગુફા તરીકે હિન્દુ ધર્મમાં પૂજવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત હોવાને કારણે મુચકુંદ ગુફામાં બિરાજતા નિલકંઠ મહાદેવ ભાવિ ભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર

આ પણ વાંચો- અમદાવાદનું 1200 વર્ષ જૂનું પૌરાણિક કર્ણમુક્તેશ્વર શિવ મંદિર, જાણો મહિમા...

ભગવાન શ્રીકૃષ્ણ અને કાલ યૌવનના યુદ્ધ સાથે સંકળાયેલી છે નિલકંઠમહાદેવની સ્થાપના

મહાભારતકાળમાં કાલ યૌવન નામની રાક્ષસી શક્તિને યુદ્ધ વગર પરાસ્ત કરવી અશક્ય હતી. આવી પરિસ્થિતિમાં જગત પરથી રાક્ષસી માયાઓના નિર્મૂલન માટે ભગવાન શ્રીકૃષ્ણએ પ્રયુક્તિ સાથે કાલ યૌવનને યુદ્ધ માટે લલકાર્યા હતો. ભગવાન શ્રીકૃષ્ણ અને કાલ યૌવન વચ્ચે યુદ્ધની ઘટના ઘટી ન હતી. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ પાછળ ભાગતા કાલ યૌવન મુચકુંદ ગુફા સુધી પહોંચી ગયો હતો અને અહીં વિરામ કરતા રાજા મુચકુંદને અપમાનિત કરતા રાજા મુચકુંદને મળેલા આશીર્વાદથી તેની પ્રથમ દૃષ્ટી પડતાં રાક્ષસ કાલ યૌવન મુચકુંદ રાજાની દ્રષ્ટિથી ભસ્મ થઈ ગયો હતો.

આ પણ વાંચો- જૂનાગઢમાં વિશ્વમાં એકમાત્ર મૂર્તિ સ્વરૂપે પાર્વતીજી સાથે બિરાજે છે સિદ્ધેશ્વર મહાદેવ

કાલ યૌવનના ભસ્મ થયા બાદ રાજા મુચકુંદને કૃષ્ણ લીલાની થઈ અનુભૂતિ

મુચકુંદ રાજાની નિંદ્રા અવસ્થામાંથી જાગૃત થયા બાદ પડેલી પ્રથમ દ્રષ્ટિમાં કાલ યૌવન ભસ્મ થયો હતો. ત્યારે આ લીલા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવી હોવાની અનુભૂતિ રાજા મુચકુંદને થઈ હતી. કાલ યૌવનના ભસ્મ થયા બાદ રાજા મુચકુંદે ભગવાન શ્રીકૃષ્ણને સાક્ષાત પ્રગટ થવાની વિનંતી કરી હતી. જે બાદ જગતગુરુ ભગવાન શ્રીકૃષ્ણ મુચકુંદ ગુફામાં પ્રગટ થયા હતા, ત્યાર બાદ રાજા મુચકુંદની વિનંતી બાદ ભગવાન શ્રી કૃષ્ણ મુચકુંદ ગુફામાં નિલકંઠ મહાદેવની સ્થાપના કરી ત્યાંરથી કૃષ્ણ દ્વારા સ્થાપિત નિલકંઠ મહાદેવ ભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર છે.

ABOUT THE AUTHOR

...view details