ગુજરાત

gujarat

ETV Bharat / city

મગફળી-તલના ભાવમાં વધઘટ થાય પણ ખાધતેલમાં વધારો જ જોવા મળે: રૂપાલા - undefined

કેન્દ્રીય ડેરી ડેવલોપમેન્ટ પ્રધાન પરસોતમ રૂપાલા (Minister Parshottam Rupala) રવિવારે જુનાગઢમાં આયોજિત સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમને સહકારી ક્ષેત્રોને (Co-Operative Sector in Gujarat) વધુ મજબૂત બનવા તરફ આગ્રહ કર્યો હતો. પ્રધાન રૂપાલાએ જણાવ્યું હતું કે, મગફળી અને તલના ભાવોમાં (Row Commodities Price) વધારો કે ઘટાડો થઈ શકે છે. પરંતુ ખાદ્યતેલોના ભાવમાં સતત વધારો થાય છે.

Etv Bharatમગફળી-તલના ભાવમાં વધઘટ થાય છે પણ ખાધતેલમાં માત્ર વધારો જ જોવા મળે: રૂપાલા
Etv Bharatમગફળી-તલના ભાવમાં વધઘટ થાય છે પણ ખાધતેલમાં માત્ર વધારો જ જોવા મળે: રૂપાલા

By

Published : Aug 7, 2022, 6:49 PM IST

જૂનાગઢ:રવિવારે જૂનાગઢમાં આવેલા કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલાએ (Minister Parshottam Rupala) રાજ્યમાં સહકારી ક્ષેત્રને (Co-Operative Sector in Gujarat) મજબુત બનાવવા પર ભાર મૂક્યો હતો. મગફળી અને તલના કાચા સામાનને લઈને તેમણે એ વાત સ્વીકારી હતી કે, મગફળી અને તલ જ્યારે કાચા માલ તરીકે હોય છે ત્યારેને ભાવામાં વધારો ઘટાડો થાય છે. પણ ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જો ખેડૂતો ખાદ્યતેલ તૈયાર (Row Commodities Price) કરવા માટે શરૂઆત કરે તો એમને આર્થિક રીતે ફાયદો થાય એમ છે. જોકે, હકીકત એવી પણ છે કે, ગુજરાતમાં સાતમ-આઠમના તહેવારો નજીક આવતા તેલના ભાવમાં વધારો થયો છે. જેના કારણે આ વખતેનો ખિસ્સાફાડ ભાવ વધારે લોકોનો તહેવારનો મૂડ બગાડી રહ્યો છે.

આ પણ વાંચો: ISRO એ દેશનું સૌથી નાનું રોકેટ SSLV-D1 કર્યું લોન્ચ , સેટેલાઇટ સાથેનો તૂટી ગયો સંપર્ક

શું કહ્યું પ્રધાને:જૂનાગઢ શહેરમાં આયોજિત સત્કાર સમારંભમાં કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા હાજર રહ્યા હતા. સહકારી ક્ષેત્રને સફળતા અને તેમાં સતત લોકો ભાગીદારી તેમજ ખાસ કરીને ખેડૂતો થકી સહકારી ક્ષેત્રને વધુ મજબૂતી આપવા તરફ આગળ વધે તેવી અપીલ કરી હતી. જન ભાગીદારી વિશે વાત કરતા જણાવ્યું હતું કે મગફળી-તલ સહિત અન્ય તેલબિયાના ભાવમાં વધારો કે ઘટાડો સતત જોવા મળે છે. પરંતુ તેલીબીયા માંથી બનતા ખાદ્યતેલોના ભાવોમાં સતત વધારો જોવા મળે છે. આ બે ઘટનાને સાંકળીને રૂપાલાએ ખેડૂતોને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે ખેડૂતો હવે ખાદ્યતેલના ભાવ વધારાનો લાભ પણ મેળવવા માટે સક્ષમ બને. તેલીબિયાના ભાવમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ, ખાદ્યતેલોના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેનો લાભ ખેડૂતો મેળવતા થાય તેવી માર્મિક ટકોર તેમણે કરી હતી.

ખાદ્યતેલના ભાવ વધ્યા છે: કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા સહકારી અગ્રણીઓને સંબોધતા મંચ પરથી સ્વીકાર કર્યો હતો કે, ખાદ્યતેલોના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ મગફળી કે અન્ય તેલબિયાના ભાવોમાં સતત વધારો કે ઘટાડો જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં મગફળી કે અન્ય તેલબિયાની ખેતી સાથે સંકળાયેલો ખેડૂત હવે પોતાની ઉત્પાદિત કરેલી મગફળીમાંથી ખાદ્યતેલ પોતે બનાવીને બજારમાં વહેંચે તો મગફળી કે અન્ય ખાદ્યતેલોના ભાવમાં ઘટાડા જેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર નહીં થવું પડે. જે બજાર કિંમત ખાદ્યતેલોની મળી રહી છે તેનો સીધો લાભ રાજ્યના ખેડૂતોને મળે.

આ પણ વાંચો: પત્ની અને પુત્રીનું શિરચ્છેદ કરનાર જિબ્રિલે કહ્યું- 'બધા મને મેન્ટલ કહેતા હતા, જોયું તેનું પરીણામ'

ગોબર પ્લાન્ટથી કરોડોની કમાણી:થોડા સમય પૂર્વે તેઓ બનાસ ડેરીની મુલાકાતે ગયા હતા ત્યારે તેમના ધ્યાનમાં ખૂબ જ ઉત્સાહજનક ઘટના પણ સામે આવી હતી. રૂપાલા એ જણાવ્યું હતું કે બનાસ ડેરી પ્રતિ વર્ષ 1 કરોડ રૂપિયાનુ ગોબર ખરીદીને તેને ગોબર ગેસના પ્લાન્ટ થકી એક વર્ષમાં બે કરોડ જેટલા ગોબરગેસનું વેચાણ કરીને એક કરોડ રૂપિયાનું સીધો ફાયદો કર્યો છે. આ રીતે સહકારી ક્ષેત્રની દરેક શાખાઓ અને સહકારી અગ્રણીઓ આગળ આવે તો સહકારી ક્ષેત્ર દેશના અર્થતંત્રમાં પાયાનો પથ્થર સાબિત થઈ શકે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details