- જન આશીર્વાદ યાત્રામાં જૂનાગઢ આવેલા કૃષિપ્રધાન રાઘવજી પટેલનું નિવેદન
- દેશના અન્ય રાજયોની જેમ ગુજરાતમાં ભાવાંતર યોજના લાગુ કરવી શક્ય નહીં
- અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ હાથ ધરાશે રાહત કામગીરી
જૂનાગઢઃ કૃષિપ્રધાન રાઘવજી પટેલ (Agriculture Minister Raghavji Patel)આજે Jan Ashirvad Yatra ની શરુઆત જૂનાગઢમાં યાત્રાની શરૂઆત ભવનાથ મહાદેવના દર્શન અને પૂજા કર્યા બાદ ગિરનાર પર્વત પર મા અંબાના દર્શન કરીને કરી હતી. ભાવાતર યોજના ટેકાના ભાવે કૃષિ જણસોની ખરીદી તેમજ અતિવૃષ્ટિગ્રસ્ત સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર ખેડૂતોને રાહત આપવાને લઇને કોઇ મોટી જાહેરાત કરશે. તેમણે માસ્કના દંડને લઈને જણાવ્યું હતું કે રાજ્યની વડી અદાલતના આદેશ મુજબ દંડ વસૂલવાની કામગીરી પોલીસ વિભાગે કરી હતી.
ભાવાંતર યોજના ગુજરાતમાં અમલ કરવી શક્ય નથીઃ કૃષિપ્રધાનનું નિવેદન
જૂનાગઢ આવેલા કૃષિપ્રધાન રાઘવજી પટેલે (Agriculture Minister Raghavji Patel) ભાવાંતર યોજનાના અમલને લઈને સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના કૃષિ નિષ્ણાતો અને કૃષિ વિભાગના અધિકારીઓ જે રાજ્યોમાં ભાવાંતર યોજના ચાલી રહી છે તે સર્વે કરીને રિપોર્ટ રાજ્યના કૃષિ વિભાગને મોકલ્યો છે. જેના પરથી અંતિમ તારણ કાઢવામાં આવ્યું છે કે ભાવાંતર યોજના દેશના અન્ય રાજયોની જેમ ગુજરાતમાં અમલ કરવો શક્ય નથી. રાજ્યના કૃષિ વિભાગે ભાવાંતર યોજનાના અમલીકરણને લઈને પોતાનો મત સ્પષ્ટ કર્યો છે ગુજરાતમાં ભાવાંતર યોજના લાગુ થશે નહીં.
અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને આગામી દિવસોમાં સર્વે બાદ જાહેર કરાશે સહાય
રાઘવજી પટેલે (Agriculture Minister Raghavji Patel) કહ્યું કે સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, જામનગર અને પોરબંદર સહિત રાજ્યમાં જે જિલ્લાઓમાં અતિવૃષ્ટિ અને પૂરને કારણે ખેતી પાકોને નુકસાન થયું છે, જેનો સર્વે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. બીજા તબક્કામાં પડેલા વરસાદને પગલે પણ ખેતીના પાકને નુકસાન થયું છે. આ બંને તબક્કાના સર્વે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારે કૃષિ પાકોના વળતરને લઈને જે નીતિ બનાવી છે તેનો અમલ કરીને રાજ્યના અસરગ્રસ્ત ખેડૂતોને કૃષિ પાકોના નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે.
આ પણ વાંચોઃ વરસાદના કારણે અસરગ્રસ્ત ખેડૂતો માટે સરકાર જલ્દી જ નિર્ણય લેશે : રાઘવજી પટેલ
Agriculture Minister Raghavji Patel in Junagadh: ભાવાંતર યોજના ગુજરાતમાં લાગુ કરાશે નહીં - કૃષિપ્રધાન રાઘવજી પટેલ
કૃષિપ્રધાન રાઘવજી પટેલ (Agriculture Minister Raghavji Patel) આજે જનઆશીર્વાદ યાત્રાને (Jan Ashirvad Yatra) લઈને જૂનાગઢ પહોંચ્યાં હતાં. સર્વપ્રથમ ભવનાથ મહાદેવના દર્શન કર્યા બાદ ગિરનાર પર બિરાજતા મા અંબાના દર્શન કરીને યાત્રાની શરૂઆત કરી હતી. કૃષિપ્રધાને ભાવાંતર યોજના ગુજરાતમાં લાગુ કરી શકાય તેમ નથી તેવું મહત્વનું નિવેદન કર્યું છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને તાકીદે સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ રાહત આપવાની જાહેરાત કરાશે
Agriculture Minister Raghavji Patel in Junagadh: ભાવાંતર યોજના ગુજરાતમાં લાગુ કરાશે નહીં