ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્ય સરકારે જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીને આપ્યા ફાઈવ સ્ટાર, સૌરાષ્ટ્રમાં એક માત્ર યુનિવર્સિટી રેન્કિંગમાં આવી પ્રથમ

જૂનાગઢમાં આવેલી એગ્રિકલ્ચર યુનિવર્સીટીને રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલા ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશન રેટિંગ ફ્રેમવર્ક દ્વારા ફાઈવ સ્ટાર આપવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં એક માત્ર જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીને આ પ્રકારનું બહુમાન મળતા કુલપતિ રાજ્યપાલે પણ યુનિવર્સિટીના અધ્યાપકો અને સત્તાધીશોને અભિનંદન પાઠવ્યા છે. એગ્રિકલ્ચર યુનિવર્સિટી શિક્ષણની સાથે ખેડૂતોના ઉત્કર્ષ અને ખેતી પદ્ધતિમાં સંશોધનને લઈને ગુણવત્તાયુક્ત કામગીરી કરતા તેને શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે સૌરાષ્ટ્રમાંથી પસંદ કરવામાં આવી છે.

જૂનાગઢ
જૂનાગઢ

By

Published : Jun 24, 2021, 4:38 PM IST

  • જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીએ સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ યુનિવર્સિટીનું બહુમાન મેળવ્યું
  • ગુજરાત સ્ટેટ ઈન્સ્ટિટ્યુશન ફ્રેમવર્ક દ્વારા યુનિવર્સિટીને ફાઇવ સ્ટાર આપવામાં આવ્યા
  • એગ્રિકલ્ચર યુનિવર્સિટી વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે ખેડૂતોને લગતા સંશોધન કાર્યમાં મેળવી અનેક સિદ્ધિઓ

જુનાગઢ: ખેતીવાડી યુનિવર્સિટીને રાજ્ય સરકાર દ્વારા પ્રસ્થાપિત ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશન રેટિંગ ફ્રેમવર્ક દ્વારા ફાઇવ સ્ટાર આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારનું બહુમાન અને રેટિંગ મેળવનાર જૂનાગઢની એગ્રિકલ્ચર યુનિવર્સિટી સૌરાષ્ટ્ર પ્રાંતમાં એક માત્ર યુનિવર્સિટી તરીકે આ પ્રકારનું બહુમાન મેળવવામાં સફળ રહી છે. પાછલા કેટલાક વર્ષોના અનુભવ અને સારી કામગીરીને કારણે અંતે રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સીટીને આ પ્રકારનું બહુમાન પ્રથમ વખત આપવામાં આવ્યું છે, જેનો સંપૂર્ણ શ્રેય યુનિવર્સિટીના સત્તાધિશો અને અધ્યાપકોને ફાળે જાય છે.

આ પણ વાંચો: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ICCRના લિસ્ટમાં થઈ સામેલ, અહીં હવે વિદેશના વિદ્યાર્થીઓ પણ સંસ્કૃત ભણશે

એગ્રિકલ્ચર યુનિવર્સિટી શિક્ષણની સાથે સંશોધન કાર્યમાં છે અવ્વલ

ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશન ફ્રેમ વર્ક દ્વારા સમગ્ર રાજ્યમાંથી અંદાજિત 360 જેટલા રીસર્ચ પેપરો વિવિધ યુનિવર્સિટી અને કોલેજોમાંથી પ્રાપ્ત થયા હતા, જેમાં તપાસને અંતે જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીને 65.1 પોઈન્ટનો સ્કોર થયો હતો, જે સમગ્ર સૌરાષ્ટ્રમાં આવેલી યુનિવર્સિટીઓ પૈકી સર્વશ્રેષ્ઠ જણાઈ આવતા તેને ફાઇવ સ્ટાર રેન્કિંગ આપવામાં આવ્યું હતું. જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી વિદ્યાર્થીઓના શૈક્ષણિક અભ્યાસક્રમની સાથે ખેડૂતલક્ષી માર્ગદર્શન અને સંશોધનને લઈને ખૂબ જ ઉમદા કામગીરી કરી રહી છે, આવા સમયે યુનિવર્સિટીને રાજ્ય સરકાર દ્વારા ફાઈવ સ્ટાર રેન્કિંગ આપવામાં આવતા યુનિવર્સિટીની ઉપલબ્ધિમાં વધારો થયો છે.

કુલાધિપતિ રાજ્યપાલે પણ યુનિવર્સિટીના અધ્યાપકો અને સત્તાધીશોને અભિનંદન પાઠવ્યા

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીએ રાજ્યનું ગૌરવ વધાર્યુ, NIRFની 100ની યાદીમાં સામેલ

એગ્રિકલ્ચર યુનિવર્સિટી ખેડૂતલક્ષી સંશોધન પણ કરી રહી છે

જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી વિદ્યાર્થીઓને કૃષિલક્ષી શિક્ષણ આપવાની સાથે પાછલા કેટલાક વર્ષોથી કૃષિ પાકોને લઈને સંશોધન પણ કરી રહી છે, ઋતુ આધારિત કૃષિ પાકો અને ફળફળાદીના પાકોને લઈને અવારનવાર સંશોધિત બિયારણો પણ ખેડૂત સુધી પહોંચાડવામાં યુનિવર્સિટીનો મહત્વનો ફાળો છે વધુમાં પ્રત્યેક ઋતુમાં ફળ અને અન્ય પાકોમાં આવતા રોગ જીવાત અને તેના નિયંત્રણ માટે પણ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના સંશોધન વૈજ્ઞાનિકો ખેડૂતલક્ષી સંશોધન કરીને બિયારણથી લઈને રોગ-જીવાત અને સારા કૃષિ પાકો લઈ શકાય તેવા માર્ગદર્શન પણ વર્ષોથી આપી રહી છે, ત્યારે યુનિવર્સિટીને ફાઇવ સ્ટાર રેન્કિંગ મળતા યુનિવર્સિટીની નામનામાં વધુ ઉમેરો થઇ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details