જૂનાગઢઃ છેલ્લા 55 દિવસથી બંધ પડેલા રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસના પૈડા ફરી એક વખત શરૂ થતા જોવા મળી રહ્યા છે. જે પ્રકારે રાજ્ય સરકારે બે દિવસ પહેલા જાહેરાત કરી હતી. તે મુજબ ચોથા તબક્કાના લોકડાઉનમાં છેલ્લા ૫૫ દિવસથી બંધ પડેલી એસ.ટી બસનું સંચાલન આજથી ખૂબ જ મર્યાદિત અને જિલ્લાના આંતરિક તાલુકા મથકો સુધી શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ દિવસે ખૂબ જ મર્યાદિત રૂટ અને તેમાં પણ ઓછા પ્રમાણમાં પ્રવાસીઓ જોવા મળ્યા હતા
55 દિવસ બાદ જૂનાગઢ જિલ્લામાં ફરીવાર ST બસ સેવા શરૂ - junagadh latest news
કોરોના વાયરસના ખતરાને પગલે છેલ્લા 55 દિવસ કરતા વધુ સમયથી અટકી પડેલા એસ.ટીના પૈડા આજે જૂનાગઢ જિલ્લામાં શરૂ થતા જોવા મળી રહ્યા છે. આજે જૂનાગઢ જિલ્લામાં રાજ્ય પરિવહન નિગમની બસનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ જે પ્રકારે રાજ્ય સરકારે જાહેરાત કરી હતી, તે મુજબ ઓનલાઇન ટિકિટ ખરીદેલા કેટલાક મુસાફરો આજે હેરાન થતાં પણ જોવા મળી રહ્યા હતા.
![55 દિવસ બાદ જૂનાગઢ જિલ્લામાં ફરીવાર ST બસ સેવા શરૂ 55 દિવસ બાદ ફરી જૂનાગઢ જિલ્લામાં એસ.ટી બસ સેવા શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7275191-thumbnail-3x2-jj.jpg)
55 દિવસ બાદ ફરી જૂનાગઢ જિલ્લામાં એસ.ટી બસ સેવા શરૂ
55 દિવસ બાદ ફરી જૂનાગઢ જિલ્લામાં એસ.ટી બસ સેવા શરૂ
ચોથા તબક્કાના લોકડાઉનના બીજા દિવસે એસ.ટી બસનું સંચાલન શરૂ થયું છે. જેમાં દરેક મુસાફરથી લઈને બસને સેનીટાઇઝ કરવા સુધીની ચોકસાઈ રાખવામાં આવી રહી છે. પ્રવાસ કરનાર દરેક યાત્રીના આરોગ્યની ચોક્કસ ચકાસણી કર્યા બાદ જ તમામ યાત્રીને બસમાં પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યા છે.