જૂનાગઢઃ આજે છે વિશ્વ પ્રાકૃતિક સંપદા સંરક્ષણ દિવસ. આજના દિવસની ઉજવણી કુદરતે આપેલી અખુટ પ્રાકૃતિક સંપદાને જાળવી રાખીને આગામી પેઢી માટે સ્વચ્છ અને પ્રાકૃતિક વાતાવરણ મળી રહે તે માટે આજના દિવસને સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે.
પ્રાકૃતિક સંપદા સંરક્ષણ દિવસ પર જુઓ આ વિશેષ અહેવાલ - natural resources conservation poster
દુનિયાના તમામ દેશો માટે પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન આજે ખૂબ જ મહત્વના બની રહ્યા છે. સમગ્ર સૃષ્ટિમાં હવેલી પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન માટે આજે સમગ્ર વિશ્વમાં પ્રાકૃતિક સંપદા સંરક્ષણ દિવસ મનાવાઈ રહ્યો છે.

આજે સમગ્ર વિશ્વમાં પ્રાકૃતિક સંપદા સંરક્ષણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે કુદરત દ્વારા આપવામાં આવેલી પ્રાકૃતિક સંપદાને જાળવીને તેનું સંરક્ષણ થાય તે માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવતા હોય છે તેની પાછળનો હેતુ પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થાય તેમજ આવનારી પેઢી કુદરતને જાણી અને માણી શકે તેને લઈને ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજના દિવસે કુદરતી સંપદા નુકશાન કોઈ પણ દેશને પરવળે તેમ નથી જેને લઇને આજના દિવસની ઉજવણી વધુ મહત્વની બની રહેતી હોય છે.
જૂનાગઢમાં પણ કુદરતી સંપદાનો મોટો ખજાનો જોવા મળે છે વિવિધ વન્યજીવોથી લઈને લીલુંછમ ગાઢ જંગલ આજે સૌ કોઈને અહીં આવવા માટે મજબૂર કરી રહ્યું છે તેની જાળવણી અને સંવર્ધન માટે વનવિભાગ પણ આકાશ પાતાળ એક કરી રહ્યું છે. તેમ છતાં લોકોમાં જનજાગૃતિ આવતી નથી વન્ય જીવ સૃષ્ટિને બચાવવા માટે આજે પણ લોકોને બેનરો અને પોસ્ટરો દ્વારા જાગૃત કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં અન્ય વિસ્તારમાં વધારો બાજુ પર મુકીએ તો તેનું સંવર્ધન પણ આજના દિવસે ખૂબ જ મુશ્કેલ ભર્યુ કામ લાગી રહ્યું છે.