જૂનાગઢઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2020-21 માટે હાઉસ ટેક્સમાં જે વધારો કરવામાં આવ્યો છે. તેને લઈને લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે, પરંતુ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સમગ્ર ટેક્સેશન પદ્ધતિને લઇને યોગ્ય ટેક્સ આકારવામાં આવ્યો છે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર સાથે હાઉસ ટેક્સ બાબતે ખાસ વાતચીત - રાજ્ય સરકા
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઉસ ટેક્સ બાબતે કરવામાં આવેલો વધારો લોકોને આકરો લાગી રહ્યો છે. ત્યારે હાઉસ ટેક્સ અંગે મ્યુનિસિપલ કમિશનરે ઈટીવી ભારત સાથે કરી ખાસ વાતચીત...

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2020-21 માટે જે ટેક્સ આકારવામાં આવ્યો છે. તેને લઈને હવે ટેક્સ પેયરમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કાળમાં છેલ્લા 5 મહિનાથી ધંધા-રોજગાર બંધ છે, ત્યારે રાજ્ય સરકાર અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સમાં 20 અને 10 ટકાની સીધી રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ જાહેરાત ટેક્સ પેયર સુધી પહોંચી નથી, તેવો આક્ષેપ પણ ટેક્સ પેયર કરી રહ્યા છે. જૂનાગઢ મનપાએ વર્ષ 2020-21માં હાઉસ ટેક્સના 45 ટકા તોતિંગ વધારો કર્યો છે. ત્યાર બાદ 10 ટકા મામૂલી રાહત આપીને લોકોને છેતરવામા આવી રહ્યા છે, તેવુ પણ ટેક્સ પેયર વર્ણવી રહ્યા છે.
કોઈ પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા 20 ટકાથી વધારે ટેક્સ વધારવા માટે કેટલીક પૂર્વ મંજૂરી લેવી પડતી હોય છે અને 20 ટકાનો ટેક્સમાં વધારો કર્યા બાદ આગામી પાંચ વર્ષ સુધી કોઈપણ પ્રકારનો ટેક્સ વધારી શકતો નથી તેવી કાયદાકીય જોગવાઈઓની વચ્ચે જૂનાગઢ મનપાના સત્તાધીશોએ 45 ટકા હાઉસ ટેક્સ વધારીને લોકોને પાછલા દરવાજેથી લૂંટવાનો યોજના બનાવી હોવાનું પણ જૂનાગઢના ટેક્સ પેયર જણાવી રહ્યા છે.