ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ: દિવાળીના તહેવાર પર મહાલક્ષ્મી મંદિરમાં દર્શન માટે વિશેષ આયોજન

કોરોના સંક્રમણ કાળમાં આવેલા દિવાળીના તહેવારને લઈને જૂનાગઢના મહાલક્ષ્મી મંદિરમાં દર્શનને લઈને વિશેષ આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં મહાલક્ષ્મીનું એકમાત્ર મંદિર હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. ત્યારે આગામી દિવાળીના તહેવારોને લઈને દર્શન માટે વિશેષ આયોજન કરાયું છે.

દિવાળીના તહેવાર પર  મહાલક્ષ્મી મંદિરમાં દર્શનને પગલે વિશેષ આયોજન
દિવાળીના તહેવાર પર મહાલક્ષ્મી મંદિરમાં દર્શનને પગલે વિશેષ આયોજન

By

Published : Nov 11, 2020, 7:11 PM IST

  • જૂનાગઢના એકમાત્ર મહાલક્ષ્મી મંદિરમાં દર્શનને પગલે નિયમો જાહેર
  • કોરોના મહામારી વચ્ચે દિવાળીના તહેવારને પગલે ગાઈડલાઈન જાહેર
  • 10 વર્ષથી નાના અને 60 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને દર્શન માટે નહીં આવવા કરાઈ વિનંતી
  • મંદિરે ટ્રસ્ટ દ્વારા લેવાયા સાવચેતીના પગલાં

    જૂનાગઢ: કોરોના સંક્રમણ કાળમાં આવેલા દિવાળીના તહેવારને લઈને જૂનાગઢના મહાલક્ષ્મી મંદિરમાં દર્શનને લઈને વિશેષ આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં મહાલક્ષ્મીનું એકમાત્ર મંદિર હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. ત્યારે આગામી દિવાળીના તહેવારોને લઈને દર્શન માટે વિશેષ આયોજન કરાયું છે.
    દિવાળીના તહેવાર પર મહાલક્ષ્મી મંદિરમાં દર્શનને પગલે વિશેષ આયોજન

જૂનાગઢમાં આવેલા એકમાત્ર મહાલક્ષ્મી મંદિરમાં દર્શનને પગલે નિયમો જાહેર


દિવાળીના તહેવારોની આડે હવે માત્ર થોડા જ દિવસો બાકી છે ત્યારે જૂનાગઢમાં આવેલા એકમાત્ર મહાલક્ષ્મી મંદિરમાં દર્શનનો માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે કોરોના સંક્રમણ ને ધ્યાને રાખીને દર્શન માટે આવતા તમામ ભાવી ભક્તોએ સામાજિક અંતરની સાથે માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ આ નિયમનો ભંગ કરશે તો તેમને મંદિર પરિસરમાં દર્શન કરવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં તેવો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. વધુમાં 10 વર્ષથી નાના અને 60 વર્ષથી મોટી ઉંમરના કોઈપણ વ્યક્તિ દર્શન માટે ના આવે તેવી વિનંતી પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

મહાલક્ષ્મી મંદિર ભાવિકોની આસ્થાનું કેન્દ્ર

જૂનાગઢમાં આવેલું એક માત્ર મહાલક્ષ્મી માતાજીનું મંદિર 300 વર્ષ પુરાણું હોવાનું માનવામાં આવે છે. દર વર્ષે દિવાળીના તહેવારની શરૂઆત થતાં જ મોટી સંખ્યામાં ભક્તો મહાલક્ષ્મીના દર્શન માટે આવતા હોય છે. અહીં વહેલી સવારથી જ દર્શનાર્થીઓ કતારબંધ ઞોઠવાઈને મહાલક્ષ્મીના દર્શન માટે રાહ જોતા હોય છે. પરંતુ આ વખતે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને તે મુજબ જ આ વર્ષે દિવાળીના દિવસે પાંચ દિવસોમાં દર્શનને લઈને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details