જૂનાગઢ: જિલ્લાના કેશોદમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ સહિત પોરબંદર રાજકોટ મળીને કુલ છ જિલ્લાના સોરઠીયા રબારી સમાજનુ મહાસંમેલન(MahaSammelan of Sorathiya Rabari Samaj) કેશોદ નજીક પાનદેવ સમાજ માં યોજાયું હતું. રબારી સમાજની વિવિધ સાત જેટલી પડતર માંગણીઓને ફરી એક વખત સરકાર સમક્ષ મૂકવામાં આવી છે.
આગામી ચૂંટણીમાં સમાજનું સો ટકા મતદાન થાય તે માટે પણ કરાયો ઠરાવ આ પણ વાંચો:Unemployed Youth Demand Death : કોણે માગી લીધી ઇચ્છા મૃત્યુની પરવાનગી?
જૂનાગઢમાં યોજાયું સૌરાષ્ટ્રના 6 જિલ્લાનું રબારી સમાજ સંમેલન - જુનાગઢના કેશોદ નજીક આવેલા પાનદેવ સમાજમાં જૂનાગઢ સહિત પોરબંદર, ગીર સોમનાથ, જામનગર દ્વારકા અને રાજકોટ જિલ્લાના સોરઠીયા રબારી સમાજનું(Sorathiya Rabari Samaj) મહા સંમેલન યોજવામાં આવ્યું હતું. આ મહા સંમેલનમાં સમાજની પાછલા ઘણા વર્ષોની પડતર માંગોને ફરી એક વખત બુલંદ કરવામાં આવી છે.
સોરઠીયા રબારી અને માલધારી સમાજની અવગણના ભારી પડી શકે છે સમાજની પડતર માંગો રાજ્ય સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો - પાનદેવમાં યોજાયેલા મહાસંમેલનમાં સોરઠીયા રબારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો(Political and social leaders) સહિત મોટી સંખ્યામાં યુવાનોએ હાજરી આપી હતી. સમાજની પડતર માંગો(Sorathiya Rabari Samaj Pending Demand) સંમેલનના સ્વરૂપમાં રાજ્ય સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. સંમેલનમાં ખાસ કરીને સોરઠીયા રબારી સમાજના યુવાનોને સરકારી નોકરીના પ્રમાણપત્રો(Government Job Certificates) તેમજ અન્ય સમસ્યાઓ પાછલા ઘણા સમયથી જેમની તેમ જોવા મળે છે. જેનું તાકીદે નિરાકરણ આવે તેવી માંગ મહા સંમેલનમાં કરવામાં આવી હતી.
વર્ષ 1992ના સરકારના આદિજાતિ વિભાગનું નિર્ણય અમલમાં મુકાઈ -સોરઠીયા રબારી સમાજના મળેલા મહાસંમેલનમાં સમાજે સર્વાનુમતે સરકાર સમક્ષ માંગ કરી છે કે, વર્ષ 1992માં સરકારના આદિજાતિ વિભાગ(Tribal Department of Government) દ્વારા સોરઠીયા રબારી સમાજને વિગત દર્શક કાર્ડ આપ્યું હતું. જેને રાજ્યની વડી અદાલત દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. આ વિગત દર્શક કાર્ડને તાકીદે માન્યતા આપવામાં આવે વધુમાં સોરઠીયા રબારી સમાજના 300 જેટલા ઉમેદવારો અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર ચકાસણી નહીં થવાને કારણે પાછલા ચાર વર્ષથી સરકારી નોકરીની નિમણૂક માટે રાહ જોઈ રહ્યા છે.
દર્શક કાર્ડનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે -આ તમામ ઉમેદવારોને પ્રમાણપત્રની ચકાસણી પૂર્ણ થાય ત્યાં સુધી પ્રોવિઝનલ નિમણૂક આપવાની માંગ પણ કરવામાં આવી છે, તેમજ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020માં રચવામાં આવેલી કારીયા સમિતિના સર્વેમાં પણ વિગત દર્શક કાર્ડનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો:જૂનાગઢમાં રબારી સમાજે આગેવાનને રક્ષણ આપવાની કરી માગ
આગામી ચૂંટણીમાં સમાજનું સો ટકા મતદાન થાય તે માટે પણ કરાયો ઠરાવ -કેશોદના પાનદેવમાં સોરઠીયા રબારી સમાજના મળેલા મહાસંમેલનમાં આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સમાજનું સો ટકા મતદાન થાય તેને લઈને પણ ઠરાવ કરવામાં આવ્યો છે. વધુમાં આ સંમેલનમાં રાજ્યની વડી અદાલતમાં દાખલ કરવામાં આવેલી કેટલીક પિટિશનની પુન સમીક્ષા કરવામાં આવે તેવો એક સૂર પણ મહાસંમેલનમાં જોવા મળ્યો હતો. વધુમાં મહા સંમેલન દરમિયાન સમાજના 21 સભ્યોનું બિનરાજકીય સંગઠન ઊભું કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં યુવાનો ને સામેલ કરવાની હિમાયત પણ કરવામાં આવી છે.
સોરઠીયા રબારી અને માલધારી સમાજની અવગણના ભારી પડી શકે છે -સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સોરઠીયા રબારી સમાજની છાત્રાલય ઉભી કરવાનો સર્વાનુમતે ઠરાવ કરાયો છે. ઉપરોક્ત સાત મુદ્દાને લઈને મહા સંમેલનમાં ખૂબ ગંભીરતાપૂર્વક ચર્ચાઓ થઈ અને તેના નિરાકરણ માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાનો ઠરાવ પણ થયો હતો. જો આગામી દિવસોમાં સોરઠીયા રબારી સમાજની પડતર માંગોને લઈને કોઈપણ સરકાર ઉદાસીન વલણ દાખવે છે, તો આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સોરઠીયા રબારી અને માલધારી સમાજની અવગણના ભારી પડી શકે છે. તેવો મત પણ વ્યક્ત કરાયો હતો.